________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત
સ્વસ્વરૂપ સમભાવમાં, નહિ ભરમનો અંશ;
ધર્મદાસક્ષુલ્લક કહે, સૂણ ચેતન નિરવંશ. દષ્ટાંત છે તે દઢતા માટે છે, સ્વભાવ સમ્યજ્ઞાન દષ્ટિ રહિત જીવ છે તે તો પોતાને અને ભ્રમ ભ્રાંતિ-સંકલ્પ વિકલ્પને એક જ તન્મયવત્ સમજે છે-માને છે-કહે છે, વળી કોઈ જીવ, ગુરુ ઉપદેશ પામીને સ્વભાવ સમ્યજ્ઞાનદષ્ટિ થયા પછી વિભ્રાંત-ભ્રમમાં દુઃખી થઈને આમ સમજે છે-માને છે–કહે છે કે તન-મન-ધન-વચનથી તથા તન-મન-ધન વચનનાં જેટલાં શુભાશુભ વ્યવહાર ક્રિયાકર્મ છે તેનાથી અતસ્વરૂપ ભિન્ન કોઈ પરબ્રહ્મ પરમાત્મા જ્ઞાનમયી સદાકાળ જાગતી જ્યોત નથી. તેના સમાધાન અર્થે દષ્ટાંતઃ
જેમ કોઈ ગુરુએ શિષ્યને કહ્યું કે હે શિષ્ય! આ એક લૂણનો કાંકરો આ જળના ભરેલા તાંસળામાં (ક) તપેલામાં નાંખ, ત્યારે શિષ્ય ગુરુ આજ્ઞાનુસાર તે લૂણના કાંકરાને તે જળ ભરેલા તાંસળા (ક) તપેલામાં નાખ્યો, એક તરફ એકાંતમાં મૂક્યો. પછી બીજા દિવસે ગુરુએ શિષ્યને કહ્યું કે-હું શિષ્ય ! ગઈ કાલે જળભરેલા તાંસળા-તપેલામાં તે જે લુણનો કાંકરો નાખ્યો હતો તે લાવ! ત્યારે ગુરુ આજ્ઞાનુસાર શિષ્ય શીઘ્રતાપૂર્વક જઈને તે જળ ભરેલા તપેલામાં હસ્ત સ્પર્શદ્વારા ખોળવા, જોવા લાગ્યો. ઘણા વખત સુધી તાંસળા (કે) તપેલામાં તે જળને મંથન કર્યું તોપણ તેને લૂણના અનુભવનો ભાસ ન થયો અર્થાત્ લૂણ ન દીઠું ત્યારે શિષ્ય કહ્યું કે હે ગુરુજી ! જળમાં લૂણ નથી. ગુરુ કહે કે હે શિષ્ય, તું કહે છે કે નથી (પણ) ત્યાં જ છે. શિષ્ય કહે છે કે નથી. ત્યારે ગુરુએ કહ્યું કે હે શિષ્ય !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com