________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ ]
[ સમ્યજ્ઞાન દીપિકા સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી વસ્તુત્વસ્વભાવને લે છે; ભાવાર્થસ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવમાં પુદગલાદિક જડ અજ્ઞાનમયી વસ્તુનો લેવા દેવાનો વ્યવહાર સંભવતો નથી; જેમ સૂર્યમાં પ્રકાશગુણ સૂર્યસ્વભાવથી જ છે તેમ જે વસ્તુમાં દેખવા-જાણવાનો ગુણ સ્વભાવથી જ છે તે વસ્તુ, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મને માત્ર જાણે જ છે પણ દ્રવ્ય કર્મ-ભાવકર્મ-નોકર્મને કરતી નથી કારણ કે જ્ઞાનઅજ્ઞાનને પરસ્પર અંધકાર-પ્રકાશવત્ તો અંતરભેદ છે તથા જ્ઞાનઅજ્ઞાનને પરસ્પર જળ-કમળવત્ મેળ છે, વિચાર કરો ! આ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ છે તે સ્વભાવથી જ અજ્ઞાનવસ્તુનો ભેદ છે તેનો કર્તા કેવલ જ્ઞાનસ્વભાવમાં કોણ છે? વળી આ જ્ઞાનાવરણી આદિ આઠકર્મ છે તે બધાય પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે તેને કેવલજ્ઞાનમયી આત્મા કરતો નથી પણ જે જાણે છે તે જાણે જ છે. નિશ્ચયથી જ્ઞાનાવરણીરૂપ પરિણામ છે તે જેમ ગોરસમાં વ્યાપકરૂપે દહીં-દૂધ ખાટા-મીઠા પરિણામ છે તેમ પુદગલદ્રવ્યમાં વ્યાસપણા વડ હોતા થકા પુદ્ગલદ્રવ્યના જ પરિણામ છે, તેને જેમ ગોરસની નિકટ બેઠેલો પુરુષ તેના પરિણામને દેખું-જાણે છે, તે જ પ્રમાણે આત્મા જ્ઞાનમયી છે તે એ પુદ્ગલના પરિણામનો જ્ઞાતા દષ્ટા છે પણ અષ્ટ કર્માદિકનો કર્તા નથી, તો શી રીતે છે? જેમ ગોરસની નિકટ બેઠેલો પુરુષ તેને દેખે છે, તે દેખવારૂપ પોતાના પરિણામથી વ્યાસપણારૂપ થતો થકો તેને વ્યાપીને દખે જ છે; તે જ પ્રમાણે પુદગલપરિણામ છે નિમિત્ત જેને એવા પોતાના જ્ઞાનને પોતાથી વ્યાપ્યપણારૂપ થતો થકો તેને વ્યાપીને જાણે જ છે. એ પ્રમાણે જ્ઞાની, જ્ઞાનનો જ કર્તા છે અર્થાત્ જ્ઞાની છે તે અજ્ઞાનમયી વસ્તુથી તન્મયી બનીને કદાચિત્ કોઈ પ્રકારથી પણ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ આદિ અજ્ઞાનમયી કર્મનો કર્તા નથી; ઘણું શું કહું? જ્ઞાન અને અજ્ઞાન સૂર્ય પ્રકાશવત્ (કદી) એક થયું નથી-છે નહિ થશે નહિ.
ઇતિ અંતરાયકર્મ વિવરણ સમાસ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com