________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અંતરાયકર્મ વિવરણ (દોહરો )
ત્યાગગ્રહણથી ભિન્ન છે, સદા સુખી ભગવાન; ધર્મદાસક્ષુલ્લક કહે, સ્વાનુભવ
પરમાણ.
જેમ રાજાએ ભંડારીને કહ્યું કે – આને એક હજાર રૂપિઆ આપ' પરંતુ ભંડારી આપતો નથી, (ચિત્ર ક્રમાંકઃ ૧૦) એ જ પ્રમાણે અંદર અંતઃકરણમાં મનરાજા તો હુકમ કરે છે કે-‘સર્વ માયા-મમતા છોડી દે' પરંતુ ભંડારીવત્ અંતરાયકર્મ છોડવા દેતું નથી. અહીં સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવનો સ્વાનુભવ આ પ્રમાણે લેવો –જેમ સૂર્યથી અંધકાર ભિન્ન છે, તેમ મારા સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવથી આ તન-મન-ધનવચનાદિક-પાપ-પુણ્ય-જગત અને સંસાર અલગ છે' તો પછી એને હું શું છોડું તથા શું ગ્રહણ કરું? જો જેમ સૂર્યથી પ્રકાશ અલગ નથી તે પ્રમાણે મારા સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવથી આ તન-મન-ધન-વચનાદિક-પાપ-પુણ્ય જગત અને સંસાર અલગ નથી તો પણ શું છોડું અને શું ગ્રહણ કરું? અથવા જેમ સૂર્ય, સૂર્યને કેવી રીતે ગ્રહણ કરે? તથા સૂર્ય અંધકારને કેવી રીતે ગ્રહણ કરે અને સૂર્ય અંધકારને કેવી રીતે ત્યાગે? એ જ પ્રમાણે હું મારા કેવલજ્ઞાનમયી સ્વભાવને કેવી રીતે ત્યાગ કરું? તથા ગ્રહણ પણ કેવી રીતે કરું? વળી મારા કેવલજ્ઞાનમયી સ્વભાવથી જે સર્વથા પ્રકારે ભિન્ન છેવર્જિત છે–ત્યાજય જ છે તેને શી રીતે ત્યાગું અને તેને ગ્રહણ પણ શી રીતે કરું?
રાજા ભંડારીને કહે છે કે ‘આને ૧૦૦૦ હજાર રૂપિ આપ' પરંતુ આમ નથી કહેતો કે–હું રાજા છું મને જ ઉઠાવીને આને આપી દે' અર્થાત્ રાજા પરવસ્તુને આપવાનો હુકમ કરે છે પરંતુ પોતાના સ્વભાવ-લક્ષણને આપવાનો હુકમ નથી કરતો. એ જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુ પોતાના વસ્તુપણાને ન તો કોઈને આપે છે કે ન કોઈની પાસેથી સ્વસ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com