________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા કુંભારનાં અંતઃકરણમાં અચલ છે; તો અહીં નિશ્ચય સ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનસ્વભાવમાં આજ ભાવભાસન થાય છે કે જેમ માટીનું કાર્ય ઘટ છે, માટીની અંદર-બહાર માટી છે તથા જળફીણ-તરંગ-બુદબુદ ઉપજે છે તે જળથી જુદાંજુદાં નથી, તેમ છે જેનાં કાર્ય-કારણરૂપ છે તે છાનાં નથી, એ જ પ્રમાણે જે વસ્તુનાં કર્મ કારણ કાર્ય અને કર્તા છે કે જેના જે છે તેનાં તેજ છે. અર્થાત્ જેમ વ્યવહારદષ્ટિથી જોઈએ તો માટીનાં વાસણનો કુંભકાર કર્તા છે પણ નિશ્ચયદષ્ટિથી પરમાર્થ સત્યાર્થદષ્ટિથી જોઈએ તો કુંભકાર, માટીનાં વાસણ, માટી, અને ચક્ર-દંડાદિકને (પરસ્પર) એકમયપણું નથી તેથી માટીના વાસણરૂપ કર્મની કરવાવાળી માટી જ છે, એ જ પ્રમાણે વ્યવહારથી તો નીચગોત્ર-ઉચ્ચગોત્ર જીવ કરે છે તથા નિશ્ચયથી સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનદષ્ટિ દ્વારા જોઈએ તો જ્ઞાનમયજીવ નીચગોત્ર-ઉચ્ચગોત્રને કરતો નથી, અર્થાત્ ગોત્રકર્મને કરવાવાળું ગોત્રકર્મ જ છે-કર્મનાં વિધિ-નિષેધ કર્મના કર્મ જ કરે છે, નિશ્ચય સમ્યજ્ઞાનદષ્ટિથી દેખવું કે જ્ઞાનગુણમયીવસ્તુ અમૂર્તિક છે અને કર્મ મૂર્તિક છે, કૃત્રિમ છે. જેમ સૂર્ય અને અંધકારનો તસ્વરૂપ મેળ નથી તે જ પ્રમાણે કર્મ અને કેવલજ્ઞાનનો (તસ્વરૂપ) મેળ નથી.
ઇતિ ગોત્રકર્મ વિવરણ ચિત્ર સહિત સમાપ્ત.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com