________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા અથવા એક જ વસ્તુ પોતાના સ્વભાવગુણમયી સ્વસ્વભાવમાં જેવી છે તેવી અચલ બિરાજમાન છે તેનાથી તન્મયી (રૂપ) ગુપ્ત વા પ્રગટ અનેક નામ રહ્યાં છે, જેમ સુવર્ણ, પોતાના સ્વભાવગુણાદિક પોતે પોતામાં જ લઈને અચલ બિરાજમાન છે અને તેમાં જ કડું, મુદ્રિકાગીની વગેરે આભૂષણાદિક અનેક નામ સુવર્ણમાં તન્મયી છે. વળી નામ છે તે પણ અપેક્ષાથી છે, જેમ પિતાની અપેક્ષાએ પુત્ર નામ છે, તે જ પ્રમાણે પુત્રની અપેક્ષાએ પિતા નામ છે, તે જ પ્રમાણે જીવની અપેક્ષાએ અજીવ નામ છે તથા અજીવની અપેક્ષાએ જીવ નામ છે, એ જ પ્રમાણે જ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાન નામ છે તથા અજ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન નામ છે, હા ! હા! હા! ધન્ય-ધન્ય-ધન્ય સર્વ પક્ષાપક્ષરહિત જ્ઞાનગુણ સંપન્ન સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ સ્વભાવથી જ જેવી ને તેવી, જેવી છે તેવી છે, તેને અંતર દષ્ટિ વા સમ્યજ્ઞાનદૃષ્ટિથી જોઈએ તો તે ન નામ છે કે ના અનામ છે અર્થાત્ વસ્તુ પોતાના સ્વરૂપ સ્વાનુભવગમ્ય જ્ઞાનસ્વભાવમાં જેવી છે તેવી છે, નામ કહો અથવા ન કહો. નામ અને જન્મ-મરણ તો આ પાંચ પ્રકારનાં શરીર છે તેનાં છે. (એમ) શ્રીપાનંદીપચ્ચીશી ગ્રંથમાં શ્રી પદ્મનંદીમુનિ કહી ગયા છે.
(દોહરો) નામકર્મની ભાવના, ભાવે સુરતી સંભાળ; ધર્મદાસક્ષુલ્લક કહે, મુક્ત થાય તત્કાલ. આપનો આપો દેખકે, હોય આપકો આપ; હોય નિશ્ચિત તિયો રહે, કીસકા કરના જાપ ! નામકર્મ કર્તારકો, નામ નહિ સુણ સાર; જો કદાપિ યો નામ હૈ, તાકો કર્તા નિર્ધાર.
ઇતિ નામકર્મ વિવરણ ચિત્ર સહિત સમાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com