________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નામકર્મ વિવરણ
| (ચોપાઈ ) તુમરો નામ નહિ હૈ સ્વામિ, નામકરણ તુમસેં અલગામી શુદ્ધ વ્યવહારમેં નામ અનંતા, વ્યક્તરૂપ શ્રી જિનઅરિહંતા.
(દોહરો) જિનપદ નહિ શરીરકો, જિનપદ ચેતન માહિ; જિનવર્ણન કછુ ઔર હૈ, યહ જિનવર્ણન નાહિ.
જેમ ચિત્રકાર (ચિત્ર ક્રમાંકઃ ૮) નાના પ્રકારનાં આકારનાં નામ લખે છે-કરે છે ત્યાં જેટલાં કાળા-પીળા-લાલ-લીલા–ધોળા રંગના ચિત્ર આકાર દેખાય છે તે (સર્વ) પુદ્ગલના છે પણ સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુને નામ શું? એ જ વસ્તુનું નામ વ્યવહારનયથી જીવ છે, તે પણ પરસંગરશથી અનેક નામ છે. જેમ માટીના ઘટને વૃતના સંગથી વ્યવહારીજનો કહે છે કે- “પેલો ધૃતકુંભ લાવો” અથવા સમુદાય વસ્તુનું નામ લશ્કર છે, તથા જેટલાં કાંઈ વચનથી કહેવામાં આવે છે તે બધાં નામ છે, નામ દેશમાં એક જ નામ છે, અહીં સ્વસ્વરૂપ-સ્વાનુભવગમ્ય-સમ્યજ્ઞાનમયીસ્વભાવવસ્તુનો સ્વાનુભવ આ પ્રમાણે લેવો કે-જેમ સૂર્યમાં પ્રકાશાદિક ગુણ સૂર્યસ્વભાવથી જ છે તેમ કોઈ વસ્તુ એવી પણ છે કે જેમાં સ્વપરને દેખવું-જાણવું એ (તેના ) ગુણસ્વભાવથી જ છે, વિચાર કરો ! સર્વ નામ અનામને દેખું-જાણે છે તેનું નામ શું છે? અથવા સર્વનામ અનામને કહે છે તેનું નામ શું છે? “વચન” અને “મૌન' એ પણ બે નામ છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com