________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ ]
[ સમ્યજ્ઞાન દીપિકા જ્ઞાન! તું બંધાયેલા બંધને સહજપણે જ જાણે છે, વ્યવહારનયવશ તું બંધાયું છે પણ તે વ્યવહાર એવો છે કે જેમ ધૃતકુંભ, ઉખલી, સડક ચાલે છે, રસ્તો લૂંટાય છે તથા અગ્નિ બળે છે, આ પાંચ દાંતદ્વારા સર્વ વ્યવહારને સમજ; નિશ્ચય-વ્યવહારથી સર્વથા પ્રકારે ભિન્ન છે તે જ પરમાત્મા-સિદ્ધપરમેષ્ઠિ- જ્ઞાનઘન છે, જેમ સૂર્યની અંદર અંધકાર નથી તે જ પ્રમાણે સમ્યજ્ઞાનસ્વભાવમાં શુભાશુભ આયુષ્ય નથી, મનુષ્યાયુ-દેવાયુ- તિર્યંચાયુ અને નકયુ એ ચાર આયુ છે તેને કેવલજ્ઞાન જાણે છે પણ અચલ-અખંડ આયુ પંચમાયું છે. બીજાં સમજો કે જેમ કોઈ પગમાં લોખંડની બેડીથી બંધાયો છે તે પણ દુ:ખી છે તથા કોઈ પગમાં સોનાની બેડીથી બંધાયો છે તે પણ દુ:ખી છે તે જ પ્રમાણે દાન-પૂજા-વ્રત-શીલ-જપ-તપાદિ શુભભાવ-શુભક્રિયા અને શુભકર્માદિ શુભબંધ છે તે પણ સોનાની બેડી માફક દુઃખનું જ કારણ છે તથા પાપ અપરાધ- કામ-કુશીલાદિ અશુભભાવ-અશુભક્રિયા અશુભકર્માદિ અશુભબંધ છે તે પણ લોખંડની બેડીવ, દુઃખનાં જ કારણ છે, આ શુભાશુભથી સર્વથા પ્રકારે ભિન્ન થવું એ નિશ્ચય જ છે પણ તે સદ્ગુરુના ઉપદેશ વિના પ્રાતની પ્રાપ્તિ થતી નથી. પ્રશ્ન:પ્રામની અપ્રાતિ સંભવિત છે? ઉત્તર- દહીંમાંથી ઘી કાઢી લીધા પછી તે દહીંમાં મળતું નથી એમ જ અહીં સમજવું.
ઇતિ આયુકર્મવિવરણ સમાસ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com