________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આયુકર્મ વિવરણ
(ચોપાઈ) ખંડન મંડન આયુ નાશ, ભયે સિદ્ધપરમાતમપાશ; અચલાયુસમાચલ અભેદ, લીન ભયે નિજરૂપ અખેદ.
જેમ કોઈ ચોર બેડી - ખોડાથી બંધાયો છે. (ચિત્ર ક્રમાંક: ૭) તે જ પ્રમાણે જીવ, આયુકર્મવશ મનુષ્યાય – દેવાયુ - નર્કયુ અને તિર્યંચાયુમાં જ્યાં ત્યાં બંધાઇ જાય છે, આયુ પૂર્ણ થયા વિના એક આયુને છોડી બીજી આયુમાં જતો નથી. હવે અચલ આયુને માટે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુનો સ્વાનુભવ આ પ્રમાણે લેવો કે:- જેમ ઘટની અંદર ઘટાકાશ તથા મઠની અંદર મહાકાશ બંધાયેલું છે તે જ પ્રમાણે દેહરૂપ ઘટમાં આકાશની માફક એક જ્ઞાન ગુણમયીજીવ બંધાયો છે, વિચાર કરો ! જેમ ઘટની અંદરનું આકાશ છે તે મહાઆકાશથી ભિન્ન નથી તે જ પ્રમાણે દેહરૂપ ઘટની અંદર જ્ઞાન છે તે કેવલ જ્ઞાનથી ભિન્ન નથી, હું જ્ઞાન ? તું તને કેવલ જ્ઞાનથી ભિન્ન ન સમજ -ન માન, કારણ કે કેવલ જ્ઞાનથી ભિન્ન વસ્તુ છે તે તો અજ્ઞાનવસ્તુ છે, હે સજ્જન! તું જ્ઞાનવસ્તુ મૂળથી જ - સ્વભાવથી જ છે તો પછી તું તને અજ્ઞાન કેમ માને છે! હે જ્ઞાન! વ્યવહારનયથી તું મનુષ્યાય, દેવાયુ, નકયુ અને તિર્યંચાયુમાં બંધાયું છે પણ નિશ્ચયનયથી હું કેવલજ્ઞાનસ્વરૂપી! તું સુણ! પુદ્ગલ તો મૂર્તિક આકારવસ્તુ છે અને તું કેવલજ્ઞાનમયી નિરાકાર અમૂર્તિક વસ્તુ સ્વભાવથી જ છે, ઘણા આશ્ચર્યની વાત છે કે મૂર્તિક સાકારવસ્તુ છે તે અમૂર્તિક નિરાકારવસ્તુ જ્ઞાનમયીને કેવી રીતે બંધમાં નાખે છે? આવી અસંભવિત વાત કેમ સંભવે? હે જ્ઞાન! ભરમમાં ન ડૂબ, દેખવાજાણવાનો ગુણ તારાથી તન્મયી છે, તું બંધને, બંધાયેલાને તથા બંધાવાના દ્રવ્ય – ક્ષેત્ર – કાલ – ભાવ આદિને સહજ જ જાણે દેખે છે, જેમ સૂર્યનો પ્રકાશ સર્વ પૃથ્વી ઉપર સહજપણે જ છે તેમ છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com