________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા (અહિલ્લ છંદ) કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું, અપને રસમેં ભર્યો આપની ટેક હું મોહ કરમ મમ નાહિ નાહિ ભ્રમ કૂપ હૈ,
શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. જેમ સૂર્યમાં પ્રકાશગુણ છે, તેમ હે સજ્જન! હે પ્રેમી! તારામાં જ્ઞાનગુણ છે, તું નિશ્ચય સમજ કે તું જ્ઞાન છે, અને આ મોહાદિક અજ્ઞાન છે, ભાવાર્થ જ્ઞાન અને અજ્ઞાનને સૂર્ય – પ્રકાશવત્ એક જ માને છે - સમજે છે, કહે છે તે મિથ્યાદષ્ટિને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપવો વ્યર્થ છે. મોહું કોને કહું છે? ઉત્તર:- નદીના તટ ઉપર કોઈ પુરુષ વહેતા પાણી પ્રત્યે એકાગ્ર મન કરી દેખતાં દેખતાં એમ સમજવા લાગ્યો કે – “હું પણ વહ્યો જાઊં છું તેનું નામ મોહ છે'. તથા દશ પુરુષ પરસ્પર ગણત્રી કરીને નદી પાર ઉતરવાની ઇચ્છા કરી તેમાં એક પુરુષ ગણત્રી કરીને આપણે ઘેરથી દશ આવ્યા હતા અને નવ જ રહી ગયાં પોતાને દશમો સમજતો નથી-માનતો નથીકહે તો નથી તેનું નામ મોહ છે, અર્થાત્ પુદગલાદિને અને સમ્યજ્ઞાનમયી પોતાને જે એક જ સમજે છે; તેજ મોહ છે.
ઇતિ મોહનીયકર્મ વિવરણ સમાસ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com