________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વેદનીયકર્મ વિવરણ
(દોહરો) વિષયસુખ તે દુઃખ છે, નિશ્ચયનય પરમાણ;
ધર્મદાસ ક્ષુલ્લક કહે, સમજ દેખ મતિમાન.
શહદ (મધ) થી લપેટેલી તલવારની ધારને (કોઈ) પુરુષ જીભથી ચાટે છે ત્યાં તેને કંઇક તો મિષ્ટસ્વાદનો ભાસ થાય છે અને વધારે તો જીહા ખંડનના દુઃખનો ભાસ થાય છે. (ચિત્ર ક્રમાંક: ૫) તે જ પ્રમાણે વેદનીય કર્મ બે પ્રકારની શાતા-અશાતારૂપ છે ત્યાં સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુનો અનુભવ આ પ્રમાણે લેવો કે – જેમ સૂર્યપ્રકાશમાં વા આકાશમાં કોઈ સુખી વા દુઃખી છે તેનું સુખ ના દુઃખ આકાશથી વા સૂર્ય અને સૂર્યપ્રકાશથી એક તન્મયી થઈને લાગતાં નથી તે જ પ્રમાણે સંસારના સુખ-દુ:ખ અને શાતા અશાતાકર્મ તે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનસૂર્યને પહોંચતાં નથી, જ્ઞાનમયસૂર્યને લાગતાં નથી અર્થાત્ સમ્યજ્ઞાનમયી સૂર્યને અને આ શાતા- અશાતાવેદનીયકર્મને પરસ્પર સૂર્ય અને અંધકાર જેવો અંતરભેદ (તફાવત) પરસ્પરના સ્વભાવથી જ ભેદ છે. એ બન્નેને સૂર્ય પ્રકાશવત્ એક તન્મયતા નથી, ન થશે કે ન થઈ હુતી, સ્યાત્ જેમ દપર્ણમાં જળ અગ્નિની પ્રતિછાયા ભાસ્યમાન થાય છે તે જ પ્રમાણે સ્માત કેવલજ્ઞાન–મયદર્પણમાં એ શાતા-અશાતા-રૂપ વેદનીયકર્મની ભાવવાસના ભાસ્યમાન થાય છે તોપણ શાતા અશાતા વેદનીયકર્મની સાથે તે કેવલજ્ઞાનમયીદર્પણ તન્મયી થયો નથીન થશે કે ન છે. સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યકજ્ઞાનમયી સ્વભાવનો અભાવ ન સમજવો-ન માનવો કે ન કવો યથા:
જેસે કાહુ ચંડાલી જાગલપુત્ર જણે તીહાં એક દિયો બ્રાહ્મણકું એક રાખલિયો હૈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com