________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા જે બ્રાહ્મણને ઘેર ગયો તેણે તો મદિરા માંસ છોડી દીધું તેને તો ઉત્તમ બ્રાહ્મણપણાનું અભિમાન આવ્યું તથા બીજી ચંડાલણીના ઘરમાં જ રહ્યો તે મદિરામાંસાદિકના ગ્રહણનિમિત્તથી હિતપણાથી પોતાને નીચ માનવા લાગ્યો. અહીં વિચાર કરીને જોઈએ તો તે બંને ઉત્તમ અને હીણ એક ચંડાલણીના પેટમાંથી જ ઉત્પન્ન થયા છે, તે જ પ્રમાણે એક કર્મક્ષેત્રમાંથી જ આ શાતા-અશાતા વેદનીય કર્મના બે પુત્ર સમજવા. નિશ્ચયદષ્ટિએ જુઓ તો સોની સુવર્ણનું આભૂષણ કરે તોપણ તે સોની સોની જ છે તથા સ્યાત્ તેજ સોની તામ્ર-લોહમય આભૂષણ બનાવે તોપણ જેવો ને તેવો સોની છે તે સોની જ છે, વળી જેમ તે સોની શુભાશુભ આભૂષણાદિકર્મ કરે છે તે કાંઈ શુભાશુભ આભૂષણાદિકર્મ કરે છે તે કાંઈ શુભાશુભ આભૂષણાદિકર્મની સાથે તન્મયી થઈને કરતો નથી તે જ પ્રમાણે સમ્યગ્દષ્ટિ શુભાશુભકર્મ કરે છે પરંતુ તે શુભાશુભકર્મથી તન્મયી બનીને કરતો નથી, માટે ગુરુઉપદેશથી સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે.
એક વેદનીયકર્મકા, ભેદ હોય પરકાર;
ધર્મદાસ ક્ષુલ્લક કહે, શાતાશાત વિચાર. હે જીવ! આ શાતા-અશાતાવેદનીયકર્મ તારું છે ત્યારે તું જ તેનો અધિષ્ઠાતા છે તથા આ શાતા-અશાતા વેદનિયકર્મ તારું નથી તો પછી ફિકર શું છે? તું ન કોઈનો તથા કોઈ ન તારું, તારો તું જ છે. (એમ) નિર્ધાર.
ઇતિ વેદનીય કર્મ વિતરણ સમાપ્ત.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com