________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનાવ૨ણીકર્મ વિવરણ
(સોરઠા )
જ્ઞાનભાનુ જિનરાજ, સર્વ જગતના ઉપરે, ધર્મદાસ કહે સાર, સોહી સુખકો કાજ હૈ.
જેમ ગઢમાં જે વડે દેખવાની શક્તિ તો એક પુરુષમાં છે પરંતુ દ્વારપાલ અંદર જવા દેતો નથી. તે જ પ્રમાણે જેમ સૂર્યમાં પ્રકાશ છે તેમ જીવમાં દેખવા જાણવાનો ગુણ સ્વભાવથી જ છે, પરંતુ દર્શનાવરણી જાતિના દ્વારપાલ જેવું એક કર્મ છે તે દેખવા દેતું નથી. (ચિત્ર ક્રમાંક: ૪)
અહીં આવો અનુભવ લેવો કે –દ્વારપાલ તેને દેખવા માટે જવા દેતો નથી અને કહે છે કે –ગઢની અંદર શું જોવા જાવ છો ? (ઉત્તર:– ) જેમાં દેખવા – જાણવાનો ગુણ છે તેને જોવા માટે હું અંદર જાઉં છું. ત્યારે દ્વારપાલ તેને રોકે છે અને કહે છે કે ન જાઓ, જેવો તારામાં દેખવા જાણવાનો ગુણ છે તેવો જ તેમાં છે, સૂર્ય, સૂર્યને દેખવાનો ઉદ્યોગ ઇચ્છા કરે છે તે વ્યર્થ છે, જેમ એક અગ્નિ રાખની અંદર દબાયેલી છે તથા બીજી અગ્નિ પ્રગટ છે તે જ પ્રમાણે તારામાં અને તું જેને અંદર દેખવા જાય છે તેનામાં અંતર સમજવું, રાખની અપેક્ષાવત્ ભેદ સમજવો બાકી સ્વ સ્વરૂપમાં અભેદ છે, જેવો અંદર ગઢમાં છે તેવો જ તું છે.
,
પ્રશ્નઃ- જેવો અંદર ગઢમાં છે તેવો જ હું કેવી રીતે છું? હવે દ્વારપાલ દષ્ટાંત દ્વારા ઉત્તર આપે છે. સાંભળ? તું આ દ્વાર ભુવનમાં તારા સ્વમુખથી ઊંચા સ્વરથી કહે કે ‘તું હી ' ત્યારે દ્વા૨પાલના કહેવા પ્રમાણે એ જ પ્રમાણે ઊંચસ્વરથી તેણે અવાજ કર્યો કે ‘તું હી ' ત્યારે પ્રતિઅવાજ પણ તેવો જ આવ્યો કે ‘તું હી ' . એટલે તેણે નિશ્ચયથી સમજી લીધું કે જેવો દેખવાનો ગુણ અંદરમાં છે તેવો જ દેખવાનો ગુણ મારામાં છે, હવે હું કોને દેખવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com