________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ મતિ જ્ઞાન ૨ શ્રુત જ્ઞાન
૩ અવિધ જ્ઞાન૪ મનપર્યય જ્ઞાન૫ કેવલ જ્ઞાન
–
જ્ઞાનાવ૨ણી કર્મવિવરણ
૬ કુમતિ જ્ઞાન૭ કુશ્રુત જ્ઞાન૮ કુઅવિધ જ્ઞાન
જેમ દેવમૂર્તિને આડે મલમલના વસ્ત્રનો પડદો હોય ત્યારે અન્યને દેવમૂર્તિ સ્પષ્ટ દેખાતી નથી, તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનને એક પર્દા જેવું કર્મ છે તે આડું આવી જાય ત્યારે નિરંતર દૃષ્ટિરહિતને અંતરજ્ઞાન દેખાતું નથી. અથવા જેમ સૂર્યને આડાં વાદળાં આવી જાય ત્યારે અન્યને સૂર્ય સ્પષ્ટ દેખાતો નથી તે જ પ્રમાણે કેવળજ્ઞાનમયીસૂર્યને પટલ જેવાં કર્મ આવી જાય ત્યારે જ્ઞાનરહિતને (સૂર્ય) દેખાતો નથી. જેમ સૂર્યને આડાં પર્દાની જેમ અનેક વાદળ આવી જાય છે તો પણ સૂર્ય તે તો સૂર્ય જ છે અને વાદળ રહિત હોય ત્યારે સૂર્ય તો સૂર્ય જ છે અને સૂર્યને આડાં વાદળ આવી જાય ત્યારે પણ જે સૂર્યને સૂર્ય જ નથી માનતો નથી સમજતો નથી કહેતો, તે પણ મિથ્યાદષ્ટિ છે તથા સૂર્યને આડાં વાદળાં આવી જાય ત્યારે કોઈ વાદળને જ સૂર્ય સમજે છે માને છે કહે છે તે પણ મિથ્યાદષ્ટિ છે. આ પ્રમાણે દેવમૂર્તિને આડા પટ તથા સૂર્યને આડા વાદળ એ બે દષ્ટાંતદ્વારા (ઉપર પ્રમાણે ) સમજવું.
(દોહરો )
જ્ઞાનાવરણી ઘાતકે, હુવો જ્ઞાનકો જ્ઞાન, ધર્મદાસક્ષુલ્લક કહે, જિન આગમ પરમાણ.
=
વળી સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવવસ્તુને પર્દા જેવું એક જ્ઞાનરહિત કર્મ છે તે આડું આવી જાય તો પણ સભ્યજ્ઞાન સ્વભાવમયવસ્તુ છે તે તો તેની તે જ છે-તે છે; અને જડ અજ્ઞાનમય પદ સમાન કર્મ છે તેનાથી રહિત થાય ત્યારે પણ સ્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com