________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા છે તો બીજો અધર્મી છે, કોઈ કોઈથી નજીક છે તો કોઈ કોઈથી ભિન્ન છે, કોઈ બંધાયેલો છે. કોઈ મુક્ત છે–ખુલ્લો છે, કોઈ ઉલટો છે તો કોઈ સુલટો છે –ઇત્યાદિક જેમ આ સૂર્યના પ્રકાશમાં સર્વ જ્ઞય છે તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવસૂર્યમાં પૂર્વોક્ત પક્ષપાત ના વિવાદ પરસ્પર છે તેઓ તે પક્ષપાતથી અગ્નિઉષ્ણતાવતું એક તન્મયી છે. વળી જેમ સૂર્યથી અંધકાર ભિન્ન છે તેમ પૂર્વોક્ત પક્ષપાત છે તે સ્વસમ્યકજ્ઞાનમયીસૂર્યથી ભિન્ન છે. પ્રથમ ગુરુ ઉપદેશથી સર્વ ચિત્ર, હસ્તાંગુલીની વચમાં છે. તેને અચલ બનીને ત્યાર પછી પરસ્પર ચિત્ર હસ્તાંગુલીથી સૂચવે છે–કહે છે –માને છે તેમ સમજવાં અને સમજણ દ્વારા પોતાને પોતામાં પોતામય સ્વસમ્યજ્ઞાનમાં સંભવે તે તો સ્વસમ્યજ્ઞાનાનુભવથી તન્મય છે તથા બાકીના ન સંભવે તે અતન્મય છે. સ્વભાવમાં સંભવે તે તો આપણી છે તથા સ્વભાવમાં ન સંભવે તે આપણી કદાપિ કોઈ પ્રકારથી પણ નથી- ન થશે - ન થઇ હતી, હવે અવગાઢતા અર્થે ચેત કરો (બરાબર સમજો).
પીતામ્બરદાસજી આદિ જેટલા મુમુક્ષુ મારા પ્યારા, મારા વચનોપદેશદ્વારા સ્વસ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનાનુભવરૂપ પ્રામની પ્રાપ્તિ લેવા યોગ્ય લઈ ચૂકયા છો તો આ સમ્યજ્ઞાનદીપિકા પુસ્તકને આદિથી અંત સુધી બે મહિનામાં એકવાર વાંચ્યા કરો, જ્યાં સુધી દેહાદિ ભાસે છે ત્યાં સુધી, આ મારું લખવું સદભૂતવ્યવહારગર્ભિત સમજવું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com