________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વસ્તુસ્વભાવ વિવરણ ]
[ ૧૩
નયથી વાચ્ય એટલે વચન વડે કહેવામાં આવે છે તથા બીજા નયથી વચનગોચ૨ નથી, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૧૨. એક નયથી નાનારૂપ છે અને બીજા નયથી નાનારૂપ નથી, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૧૩. એક નયથી ચૈતન્ય એટલે જાણવા યોગ્ય છે તથા બીજા નયથી ચિંતવવા યોગ્ય નથી, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૧૪. એક નયથી દશ્ય એટલે દેખવા યોગ્ય છે તથા બીજા નયથી દેખવામાં નહિ આવે તેવો છે, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૧૫. એક નયથી ભાવ એટલે વર્તમાન પ્રત્યક્ષ છે તથા બીજા નયથી તેવો નથી, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૧૬. એક
નયથી વેધ એટલે વેદવા યોગ્ય છે અને બીજા નયથી વેદવામાં ન આવે તેવો છે, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૧૭. એ પ્રમાણે ચૈતન્યમાં ઉપ૨ કહ્યા તેવ સર્વ પક્ષપાત છે, પણ તત્ત્વવેદી છે તે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય કરવાવાળો છે, તેને ચિન્માત્રભાવ છે, તે ચિન્માત્ર જ છે, પક્ષપાતથી સૂર્ય-પ્રકાશવત્ એક તન્મયી ન છે-ન થશે-કે –ન થયો હતો, અર્થાત્ જેમ સૂર્યથી અંધકાર ભિન્ન છે તેમ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવસૂર્ય છે તે તો વિધિ-નિષેધ, અસ્તિ-નાસ્તિ, રાગ-દ્વેષ, અને વૈર-વિરોધરૂપ પક્ષપાત, દ્વૈતાદ્વૈતથી વા સંકલ્પ
વિકલ્પથી ભિન્ન
=
છે, જેમ સૂર્યના પ્રકાશમાં એક લઘુ છે તો બીજો સ્થૂલ છે. એ મૂર્ખ છે તો બીજો પંડિત છે, એક ભોગી છે તો બીજો જોગી છે, એક લે છે તો બીજો દે છે, એક મરે છે તો બીજો જન્મે છે, એક ભલો છે તો બીજો બૂરો છે, એક મૌની છે તો બીજો વક્તા છે, એક અંધો છે તો બીજો દેખતો છે, એક પાપી છે તો બીજો પુણ્યવાન છે, એક ઉત્તમ છે તો બીજો નીચ છે, એક કર્તા છે તો બીજો અકર્તા છે. એક ચલ છે તો બીજો અચલ છે, એક ક્રોધી છે તો બીજો ક્ષમાવાન પણ છે, એક ધર્મી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com