________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા વિવાદ-વિરોધ કરતા કરતા મરી ગયા. તેમ છે પમતવાળા ! એ છે જન્માંધાની માફક પરસ્પર વિના સમજે તેમ વિવાદ–વેર વિરોધ ન કરો! શાસ્ત્રદEયા ગુરુવીયે તૃતીયંત્મનિશ્ચય' અર્થાત્ શાસ્ત્રમાં લખી હોય, તેની તે જ વાણી શ્રીગુરુમુખથી ખરતી હોય તથા તે જ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવમાં અચલ પ્રમાણમાં આવે છે તેને હું મતવાળા મિત્રો ! તમે સમજો.
સમજો સમજો સમજમાં સમજો નિશ્ચયસાર,
ધર્મદાસ ક્ષુલ્લક કહે, તબ પાવો ભવપાર.
હવે, સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવસૂર્યવસ્તુ છે તેનાથી તન્મય થઈને તેનો સ્વાનુભવ આ પ્રમાણે લેવો; એક નયથી તો જીવ દુષ્ટ એટલે દ્વષી છે તથા બીજા નયથી હૃષી નથી, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૧. એક નયથી કર્તા છે અને બીજા નથી કર્તા નથી એમ આ ચૈતન્યમાં બે પક્ષપાત છે. ૨. એક નયથી ભોક્તા છે અને બીજા નયથી ભોક્તા નથી, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૩ એક નયથી જીવ છે અને બીજા નયથી જીવ નથી, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૪. એક નયથી જીવ સુક્ષ્મ છે અને બીજા નયથી સુક્ષ્મ નથી એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૫. એક નયથી હેતુ છે અને બીજા નયથી હેતુ નથી, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૬. એક નયથી કાર્ય છે તથા બીજા નયથી કાર્ય નથી, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૭. એક નયથી ભાવ છે તથા બીજા નયથી અભાવ છે, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૮. એક નયથી એક છે અને બીજા નયથી અનેક છે એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૯. એક નયથી સાંત એટલે અંત સહિત છે અને બીજા નયથી અંત રહિત છે, એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૧૦. એક નયથી નિત્ય છે અને બીજા નયથી અનિત્ય છે એમ આ ચૈતન્યમાં બે નયના બે પક્ષપાત છે. ૧૧. એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com