________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વસ્તુસ્વભાવ વિવરણ ]
[ ૧૧ સ્વાનુભવગમ્ય સમ્યકજ્ઞાનમયી સ્વચ્છ સ્વભાવદર્પણમાં આ મનુષ્ય દેવ તિર્યંચ નારકીના, સ્ત્રી-પુરુષ-નપુંસકના, તન-મન-ધન-વચનના તથા લોકાલોક આદિના શુભાશુભ જેટલા વ્યવહાર છે તેની પ્રતિછાયાપ્રતિબિંબ તે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યકજ્ઞાનમયી સ્વચ્છ સ્વભાવદર્પણમાં તન્મયવત્ દેખાય છે, જાણે તેમાં કીલિત રાખ્યાં હોય, જાણે ચિત્રકારે લખી રાખ્યાં હોય તથા જાણે કોઈ શિલ્પકારે ટાંકીથી કોરી રાખ્યાં હોય. ભાવાર્થ- સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યકજ્ઞાનમયી સ્વચ્છસ્વભાવમય દર્પણ છે તે પણ સ્વભાવથી જ સ્વભાવમાં જેવું છે તેવું છે. વળી તન-મન-ધન-વચનાદિ તથા એ તન – મન – ધન – વચનાદિના શુભાશુભ વ્યવહાર અને તેની પ્રતિછાયા-પ્રતિબિંબ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વચ્છ સ્વભાવદર્પણમાં તન્મયવત્ દેખાય છે તે પણ અજ્ઞાનમયી સ્વભાવથી છે. સ્વભાવમાં જેવા છે તેવા છે. પૂર્વોક્ત સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વચ્છ સ્વભાવદર્પણના સાક્ષાત્ સ્વાનુભવના પ્રામની પ્રાપ્તિ શ્રીસદ્દગુરુના ઉપદેશ વિના તથા “કાળલબ્ધિ પાચક (પકવનાર) થયા વિના સ્વસ્વરૂપ – સમ્યજ્ઞાનનો લાભ થતો નથી.
સાંભળો ! જેમ સૂર્યમાં પ્રકાશ તન્મયી છે તેમ જે વસ્તુમાં જ્ઞાનગુણ તન્મયી છે તે વસ્તુને મુનિ, ઋષિ, આચાર્ય, ગણધરાદિક છે તેઓ જીવ કહે છે, નિશ્ચયદષ્ટિમાં તો સર્વ જીવરાશિ જીવમયી છે, નિશ્ચયષ્ટિમાં જીવરાશિને પરસ્પર જાતિભેદ નથી, સ્વભાવથી ભેદ નથી, લક્ષલક્ષણ ભેદ નથી, નામભેદ નથી તથા સ્વરૂપભેદ નથી અર્થાત્ ગુણ-ગુણી અભેદ છે. જીવરાશિને પરસ્પર ગુણ-ગુણી ભેદ નથી. જે કથંચિત્ પરઅપેક્ષાએ ભેદ છે તે પરમયી જ છે એ અનાદિ સિદ્ધાંત વાર્તા-વચન છે. તે શબ્દથી તન્મયી છે. હવે હું મતવાળા ! હે જૈનમતવાળા ! હે વિષ્ણુમતવાળા ! હે શિવમતવાળા ! હે બૌદ્ધમતવાળા ! આદિ પર્મતવાળા છએ જન્માંધો હાથીના યથાવત્ સ્વરૂપને નહિ જાણીને પરસ્પર
* પોતાનો સત્ય પુરુષાર્થ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com