________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વસ્તુસ્વભાવ વિવરણ ]
[ ૯
વસ્તુ વિચા૨ત ધ્યાવર્તે, મન પાવે વિશ્રામ; ૨સ સ્વાદત સુખ ઊપજે, અનુભવ તાકો નામ. અનુભવ ચિંતામણિરતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મા૨ગ મોક્ષકો, અનુભવ મોક્ષસ્વરૂપ. આ જેટલાં નય, ન્યાય, એકાંત, અનેકાંત, નિશ્ચય, વ્યવહાર, સ્યાદ્વાદ, પ્રમાણ-નય-નિક્ષેપાદિ છે તેટલાં જ વાદ વિવાદ છે વળી જેટલા વાદ વિવાદ છે તેટલા જ મિથ્યાત્વ છે અને જેટલાં મિથ્યાત્વ છે તેટલો જ સંસાર છે, માટેઃ
( ચોપાઈ )
સદ્દગુરુ કહે સહજકા ધંધા, વાદ-વિવાદ કરે સો અંધા. તથા નાટક સમયસાર ગ્રંથમાં પણ કહ્યું છે કે
અસંખ્યાત લોકપ૨માણ જો મિથ્યાતભાવ, તેહી વ્યવહારભાગ કેવલી ઉક્ત હૈ. જિનકે મિથ્યાત ગયો, સમ્યકદરશભયો, તે નિયતલીન વ્યવહારસે મુક્ત હૈ.
વળી:- નિશ્ચય વ્યવહા૨મેં જગત ભરમાયો હૈ.
ભાવાર્થ:- તે સ્વસ્વરૂપ સમ્યક્ સ્વાનુભવગમ્ય જ્ઞાનમયી સ્વભાવવસ્તુ તો સ્વભાવથી જ જેવી છે તેવી છે. (જીઓ ચિત્ર હસ્તાંગુલી સૂચક છે.) પૂર્વપક્ષી જે વસ્તુને પશ્ચિમ તરફ માને છે, તે જ પ્રમાણે પશ્ચિમપક્ષી તે જ વસ્તુને પૂર્વ તરફ માને છે. વસ્તુ તો ન પૂર્વમાં કે ન પશ્ચિમમાં છે, નિરર્થક જ પૂર્વપક્ષી અને પશ્ચિમપક્ષી પરસ્પર વિરોધ જણાવે છે, કારણકે વસ્તુ સ્વસ્વભાવમાં સ્વભાવથી જ જેવી ને તેવી જ્યાંની ત્યાં ચલાચલ રહિત છે. એ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુનો જેને પૂર્ણ અનુભવ લેવો હોય તેણે પ્રથમ પોતાને પોતા દ્વારા વા ગુરુ ઉપદેશથી આવો કલ્પી લેવો-આવો પોતાને માની લેવો કે–સ્વસ્વરૂપ સ્વાનુભવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com