________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યજ્ઞાન દીપિકા ]
ઉત્તર- ન સાંભળતો જ સાંભળ! શ્રી આત્મખ્યાતિ ગ્રંથમાં શ્રી કુંદકુંદાચાર્યે ગ્રંથના પ્રથમ આરંભમાં જ કહ્યું છે કે -જીવાર, અજીવદ્વાર, આસ્રવદ્વાર સંવરદ્વાર, નિર્જરા દ્વાર, બંધદ્વાર, મોક્ષદ્વાર, પાપઢાર, પુણ્યદ્વાર, સર્વવિશુદ્ધિવાર, કર્તાદ્વાર, અને કર્મઢાર એ બાર દ્વારા તું તને નિશ્ચયથી સમજ; તથા હું, તું, આ અને તે એ ચાર દ્વારા દ્વારરૂપ થઈને તું તને નિશ્ચય સમજ; વા તન-મન-વચનધનાદિ દ્વારા તું તને નિશ્ચય સમજ; વા પુદ્ગલ તો આકાર (રૂપ) તથા ધર્મ-અધર્મ-આકાશ-કાળ છે તે નિરાકાર (છે) માટે આકારનિરાકાર દ્વારા થઈને તું તને નિશ્ચય સમજ; તથા “નહિ અને છે” એ બે દ્વારા થઈને તું તને નિશ્ચય સમજ, તથા નિશ્ચય-વ્યવહાર દ્વારા થઈને તું તને નિશ્ચય સમજ, વા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર દ્વારા થઈને તું તને નિશ્ચય સમજ; વા જન્મમરણ-સુખ-દુ:ખ-શુભઅશુભ એ વિચારો દ્વારા થઈને તું તને નિશ્ચય સમજ તથા સંકલ્પવિકલ્પ-ભાવ-અભાવ દ્વારા થઈને તું તને નિશ્ચય સમજ; વેદપુરાણ-શાસ્ત્ર-સૂત્ર-સિદ્ધાંત દ્વારા થઈને તું તને નિશ્ચય સમજ, તથા દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ દ્વારા થઈને તું તને નિશ્ચય સમજ; અને પૂર્વોક્ત સમજથી વિશેષ સમજ, ગુરુના વચનદ્વારા તું તને નિશ્ચય સમજ.
વળી સાંભળ? જેમ સૂર્ય અને પ્રકાશ એકમય છે તેમ પૂર્વોક્ત દ્વારને અને તું તને (પોતાને) એકમયી સમજીશ-માનીશ તો તું આપઘાતી-મહાપાપી–મિથ્યાદષ્ટિ થઇશ. જેમ કોઈ દ્વારને જ પોતાનું સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયીસ્વભાવ સમજશે-માનશે તોતે આપઘાતી-મહાપાપી-મિથ્યા દષ્ટિ બની રહેશે, જેમ એક મોટા ભારે નગરને અનેક સુંદર દ્વારા છે ત્યાં ઇચ્છામાં આવે તે કોઈ દ્વારમાં થઈને શહેરમાં પ્રવેશ કરો, પ્રવેશ કરવાવાળો તો નગરમાં પહોંચી જશે વિચાર કરો ! એ શહેરની અંદર મહેલ-મંદિર-મકાન છે તેને સહસ્ત્ર લક્ષ આદિ દ્વાર છે તથા એ શહેરમાં પ્રવેશ કરવાવાળાના શરીરમાં દશ દ્વાર તો પ્રસિદ્ધ જ છે પણ વિશેષમાં રોમરોમ પ્રતિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com