________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨ ]
[ સમ્યજ્ઞાન દીપિકા સ્વભાવવસ્તુ છે તેમાં અને શબ્દાદિક અજ્ઞાનવસ્તુ છે તેમાં ૫રસ્પર સૂર્ય-અંધકાર જેટલો (જેવો ) અંતરભેદ મૂળથી જ છે, તોપણ શબ્દ છે તે પરમાત્મા જ્ઞાનમયીની વાર્તા કહે છે.
પ્રશ્ન:- શબ્દ, અજ્ઞાનવસ્તુ છે, તે સમ્યજ્ઞાનમયી ૫રમાત્માને જાણતો નથી તો પછી તે સભ્યજ્ઞાનમયી પરમાત્માની વાર્તા કેવી રીતે કહે છે?
ઉત્તર:- જેમ કોઈ ચંદ્રદર્શનનો લોભી કોઈ ગુરુ સંગથી નમ્રતાપૂર્વક જીજ્ઞાસાથી ( પૂછે છે કે) ‘ચંદ્ર ક્યાં છે? ત્યારે ગુરુએ કહ્યું કે –‘આ ચંદ્રમાં મારી આંગળીના ઉપ૨ (છે)’ હવે અહીં વિચાર કરો કે શબ્દ, આંગળી અને ચંદ્રને જેટલો અંતરભેદ છે તેટલો જ ભેદ સમ્યજ્ઞાનમયી પરમાત્માને તથા શબ્દને સમજવો.
—
,
એ પ્રમાણે કહેવાનો ગુણ તો શબ્દમાં છે પણ જાણવાનો ગુણ કેવલ જ્ઞાનમાં છે, જેમ જે નગરમાં અજ્ઞાની રાજા છે તેના ઉ૫૨ કેવલ જ્ઞાની રાજા થઇ શકે છે પરંતુ જે નગરમાં કેવલ જ્ઞાની રાજા છે તેના ઉપર કોઈ પણ અધિષ્ઠાતા રાજા થવો સંભવતો નથી.
હવે કે ક્વલજ્ઞાનસ્વરૂપી સૂર્ય? તું મૂળ સ્વભાવથી જ જવો ને તેવો – જેવો છે તેવો –તે નો તે જ છે, તું કેવલજ્ઞાનમયી સૂર્ય જ છે. તું ન સાંભળતો જ સાંભળ, તને કરમ-ભરમ પુદ્દગલનો વિકાર કાળો, પીળો, લાલ, ધોળો, લીલો તથા અનેક પાપ પુણ્યરૂપ વાદળ-વીજળી આદિ આડાં આવે જાય તોપણ તું તને કેવલજ્ઞાનમયી સૂર્ય જ સમજ માન ! જો તું તને કેવલજ્ઞાનમયી સૂર્ય નહિ સમજ માન! જો તને કેવલજ્ઞાનમયી સૂર્ય નહિ સમજ નહિ માને તો તને તારો જ ઘાત કરવાનું પાપ લાગશે, અને ‘આપઘાતી મહાપાપી' એવું પ્રસિદ્ધ વચન છે. પ્રશ્નઃ- હાં! હા! હા! હું કેવલજ્ઞાનમયીસૂર્ય તો નિશ્ચય છું, પરંતુ હું તન-મન-ધન-વચનાદિકથી એવો ભિન્ન છું કે જેવો અંધારાથી સૂર્ય ભિન્ન છે તેવો, છતાં હું મને કેવલ જ્ઞાનમયીસૂર્ય શા વડે થઈને સમજુ માનું તે કહો ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
=