________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ૐ નમ:
अथ सम्यग्ज्ञानदीपिका प्रारम्भ
સ્વસ્વરૂપ સ્વાનુભવ સૂચક શ્લોક महावीरं नमस्कृत्य, केवलज्ञानभास्करम्। સી+જ્ઞાનવીપચ, મયાવિચિત્રવાશ્યતા
अथ अनादि अनन्त जिनेश्वरम्। सरस सुन्दर बोधमयि परम् , परम मंगलदायक है सही नमत हूँ इस कारण शुभ मही।।
અથ વચનિકા:- મૂળ વસ્તુ બે છે, જ્ઞાન અને અજ્ઞાન. જેમ સૂર્યમાં પ્રકાશગુણ છે તેમ જે વસ્તુમાં દેખવા - જાણવાનો ગુણ સ્વભાવથી જ છે તે વસ્તુ તો કેવલ જ્ઞાન છે તથા જે વસ્તુમાં સ્વભાવથી જ દેખવા-જાણવાનો ગુણ નથી તે જ અજ્ઞાન વસ્તુ છે. તન-મન-ધન-વચન-શબ્દાદિક અજ્ઞાનની સાથે એવાં મળેલાં છે કે જેમ કાજલની સાથે કલંક મળી રહ્યું છે, વળી જેમ કેવલ જ્ઞાનમાં દેખવા જાણવાનો ગુણ છે તેમ શબ્દમાં કહેવાનો ગુણ છે. જ્ઞાનવસ્તુ
સ્વ-પરને દેખે છે જાણે છે, તે પોતે જ પોતાને પોતાથી પોતારૂપ તન્મયી બનીને જાણે છે, વળી જ્ઞાનથી સર્વથા પ્રકારે ભિન્નવસ્તુ છે તેને જ્ઞાન જાણે છે ખરું પરંતુ તે જડ અજ્ઞાનમય વસ્તુથી તન્મયી થઈને જાણતું નથી. વળી કથન કરવાનો ગુણ અજ્ઞાનમય શબ્દમાં છે એ શબ્દ સ્વ-પરની વાર્તા કહે છે પરંતુ તે સ્વ-પરને જાણતો નથી, પોતાનાથી તો તન્મયી થઈને કહે છે અને પરથી અતન્મયી થઈને કહું છે. સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com