________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮)
પ્રશ્ન:- મંદિરમાં પદ્માસન-ખગાસન ધાતુ-પાષાણની મૂર્તિ છે, શાસ્ત્ર તથા જળ-ચંદનાદિ અષ્ટદ્રવ્ય અને મંદિર આદિ એ બધાં જ્ઞાન છે કે અજ્ઞાન છે? ઉત્તર:- મંદિર, પ્રતિમાદિક, અજ્ઞાન અજીવ છે પણ એ સર્વેને માત્ર જે જાણે છે તે જ જ્ઞાન છે. પ્રશ્ન- કેવલજ્ઞાન છે તે શુભાશુભ દાન પૂજાદિ ક્રિયાકર્મનું કર્તા છે કે કર્તા નથી? ઉત્તર-કેવલજ્ઞાન છે તે (આત્મા જ્ઞાનમાત્ર છે તેથી) કિંચિત્માત્ર પણ શુભાશુભ દાન, પૂજાદિ ક્રિયાકર્મને કરતું નથી, માત્ર જાણે જ છે. પ્રશ્ન- તો આ શુભાશુભ કોણ કરે છે? ઉત્તર:- નિશ્ચયનયથી જેનો જે તેનો તે જ કર્તા છે તથા વ્યવહારનયથી શુભાશુભકર્મથી અતસ્વરૂપ અતન્મયી થઈને જ્ઞાન કર્તા છે.
શું કરું? કહેતાં લાજ શરમ ઉપજે છે તો પણ કહું છું, જેમ સૂર્યથી પ્રકાશ કદી પણ ભિન્ન થયો નથી, થશે નહિ તથા ભિન્ન છે નહિ તેમ જેનાથી દેખવું-જાણવું કદી પણ ભિન્ન થયું નથી, થશે નહિ. તથા ભિન્ન છે નહિ, એવા કેવલજ્ઞાનમયી પરમાત્માથી એક નેત્રના ટમકારમાત્ર-સમયકાલમાત્ર પણ કોઈ જીવ ભિન્ન રહે છે તે જીવ સંસારી મિથ્યાદષ્ટિ પાતકી છે, જેમ સૂર્યથી અંધકાર અલગ છે તેવી જ રીતે જ્ઞાનસ્વરૂપી જિનેન્દ્રથી પોતાને અલગ સમજીને ધાતુ-પાષાણની દેવમૂર્તિનાં દર્શન-પુજાદિક કરે છે તે મૂર્ખ મિથ્યાદષ્ટિ છે, તથા જેમ સૂર્યથી પ્રકાશ તન્મયી છે તેમ જ્ઞાનસ્વરૂપી જિનેન્દ્રથી ગુરુ ઉપદેશાનુસાર તન્મયી થઈને પછી ધાતુ-પાષાણની મૂર્તિનાં દર્શન-પુજાદિક કરે છે તે સમ્યગ્દષ્ટિ ધન્યવાદ યોગ્ય છે.
હે મારા મિત્ર? દાન, પુજા, વ્રત, શીલ, જપ, તપ અને નિયમ આદિ શુભકર્મ ક્રિયાભાવ કરો તથા અશુભ જે પાપ, અપરાધ, જૂઠ, ચોરી, કામ અને કુશીલ પણ કરો, અર્થાત્ શુભાશુભ કામ-કર્મ-ક્રિયા ઇચ્છાનુસાર ભલે કરો, પરંતુ સમજીને કરો; લૌકિકવચન પણ પ્રસિદ્ધ છે કે- “જાઓ ભાઈ ! જો તમે સમજીને કામ-કાર્ય કરતા હોત તો નુકશાન-બગાડ શા માટે થાત ! પણ વગર સમજે આ કામ-કાર્ય તમે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com