________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭) વ્યવહારષદાતા ગુરુ છે, તથા વરાડદેશમાં મુકામ કારંજા પટ્ટાધીશ શ્રીમદ્ દેવેદ્રકીર્તિભટ્ટારકજીના ઉપદેશ દ્વારા મને સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુની પ્રાપ્તની પ્રાપ્તિ આપવાવાળા શ્રી સદ્દગુરુ દેવેંદ્રકિર્તિજી છે, માટે હું મુક્ત છું, બંધમોક્ષથી સર્વથા પ્રકારે વર્જિત સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુ છું. એ જ સ્વભાવવતુ શબ્દવચન દ્વારા શ્રીમદ્ દેવેંદ્રકિર્તિ તત્પટે રતનકીર્તિજીને હું ભેટમાં અર્પણ કરી ચુકયો છું. વળી ખાનદેશ મુકામ પારોલામાં શેઠ નાનાશાહ તપુત્ર પીતાંબરદાસજી આદિ ઘણા સ્ત્રી પુરુષોને તથા આરા, પટણા, છપરા, બાઢ, ફલટણ, ઝાલારાપાટણ, બરાનપુર, આદિ ઘણા શહેરો-ગામોમાં ઘણાં સ્ત્રી પુરુષોને સ્વભાવસમ્યજ્ઞાનનો ઉપદેશ આપી ચૂકયો છે. ઉપર લખેલું સર્વ વ્યવહારગર્ભિત સમજવું, વળી સર્વ જીવરાશિ જે સ્વભાવથી તન્મયી છે તે જ સ્વભાવની સ્વભાવના સર્વ જીવરાશિને થાઓ એવી મારા અંતઃકરણમાં ઇચ્છા થઈ છે તે ઇચ્છાના સમાધાન અર્થે આ પુસ્તક બનાવ્યું છે અને તેના પાંચસો પુસ્તક છપાવ્યા છે, આ પાંચસો પુસ્તક પ્રસિદ્ધ થવાની સહાયતા અર્થે રૂ. ૧૦૦) એકસો જીલ્લા શ્યાહાબાદ મુકામ આરામાં મખનલાલજીની કોઠીમાં બાબુ વિમલદાસજીની વિધવા તેની તે જ તથા અમારી શિષ્યા દ્રૌપદીદેવીએ આપ્યા છે, વિશેષ ખર્ચા માટે જેમ જેમ મારા વચનોપદેશદ્વારા સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ થવા યોગ્ય થયા કરે તે સદાકાળ અખંડ અવિનાશી ચિરંજીવ રહો, ઇતિ સમ્યજ્ઞાન દીપિકાની પ્રથમ ભૂમિકા સમાપ્ત.
પ્રશ્ન- જિનેન્દ્ર કોણ છે? ઉત્તર- જ્ઞાનભાનુ જિનેન્દ્ર છે. પ્રશ્નજિનેન્દ્રની પૂજા કરવી કે ન કરવી ? ઉત્તર- પૂજા કરવી પરંતુ સમ્યજ્ઞાનવસ્તુ છે તે જ જિનેન્દ્ર છે, પણ અજ્ઞાન વસ્તુને કોઈ જિનેન્દ્ર માને છે, સમજે છે, કહે છે તે મિથ્યાદષ્ટિ છે. પ્રશ્ન – જ્ઞાન કોણ છે? ઉત્તર:- તન-મન-ધન-વચનને તથા તન-મન-ધન-વચનનાં જેટલાં શુભાશુભ વ્યવહારક્રિયા કર્મને અનાદિથી જ સહજ સ્વભાવથી જ જાણે છે તે જ જ્ઞાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com