________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) અશુભ બન્નેને તથા પોતાના સ્વભાવ સમ્યજ્ઞાનને એક તન્મયીરૂપ સમજે છે તે પણ મિથ્યાદષ્ટિ છે. તથા કોઈને આવો વિચારભાવ હોય કેશુભાશુભથી ભિન્ન હું શુદ્ધ છું, એવા વિકલ્પની સાથે પોતાના સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવને એક તન્મયરૂપ સમજે છે-માને છે-કહે છે તે પણ સ્વભાવપૂર્ણદષ્ટિ વિનાનો સમજવો.
સ્વભાવ સમ્યજ્ઞાદષ્ટિવાન કોઈ પંડિત હશે તે તો આ પુસ્તકની અશુદ્ધતા-પુનરૂક્તિદોષ કદાચિત કોઈ પ્રકારથી પણ ગ્રહણ કરશે નહિ પણ ન્યાય વ્યાકરણ તર્ક છંદ કોષ અને અલંકારાદિ શુદ્ધ શાસ્ત્રથી પોતાના સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનસ્વભાવને અગ્નિ-ઉષ્ણતાની માફક એક તન્મયી સમજે છે-માને છે-કહે છે એવો પંડિત જરૂર આ ગ્રંથની અશુદ્ધતા-પુનરુક્તિદોષ ગ્રહણ કરશે; વળી જેમ સ્વયંસિદ્ધ પરમાત્મા અષ્ટકર્મ તથા દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મરહિત અખંડ અવિનાશી અચલથી સૂર્યપ્રકાશવતું એક તન્મય વસ્તુ છે તે વસ્તુનો લાભ વા પ્રાપ્તની પ્રાપ્તિ થવા યોગ્ય હતી તે અમને થઈ, યથા:
હોની થી સો હો ગઈ, અબ હોનેકી નાહિ;
ધર્મદાસ ક્ષુલ્લક કહે, ઇસી જગતકે માંહિ. અર્થાત્ - જેમ દીપકથી દીપક ચેતતો આવ્યો છે તેજ પ્રમાણે ગુરુઉપદેશદ્વારા જ્ઞાન થતું આવ્યું છે, એ વાર્તા અનાદિ છે, સદ્ભુત વ્યવહારમાં જેમ કોઈ ગુરુનાં વચનદ્વારા સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુની પ્રાપ્તિની પ્રાપ્તિ થયા પછી એવા અપૂર્વ ઉપકારનો લોપ કરીને ગુરુના નામને પ્રસિદ્ધ કરતો નથી, ગુરુનાં કીર્તિ, મહત્તા, જશ અને ગુણાનુવાદ કરતો નથી તે મહાપાતકી, પાપી, અપરાધી, મિથ્યાદષ્ટિ અને હત્યારો છે, અર્થાત્ ગુરુપદને કદી કોઈ પ્રકારથી પણ ગુપ્ત રાખવું શ્રેષ્ઠ નથી. એ જ મારા દ્વારા હું સત્ય કહું છું.
મારા શરીરનું નામ ક્ષુલ્લક બ્રહ્મચારી ધર્મદાસ છે, વર્તમાનકાલમાં એ જ હું કહું છું, શ્રવણ કરો, માલવાદેશ મુકામ ઝાલારાપાટણમાં નગ્નદીગંબર શ્રીમત્ સિદ્ધસેનમુનિ મને દીક્ષા, શીક્ષા, વ્રત, નિયમ અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com