________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫ )
શુદ્ધ એ ત્રણે વિકલ્પથી તમારું સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુને એક તન્મયી ન સમજો–ન માનો-ન કહો, એ અશુભાદિક ત્રણે સમ્યજ્ઞાનસ્વભાવમાં ત્યાજ્ય જ છે, જે ભૂમિમાં આ લોકાલોક અણુરેણુવત્ ન જાણે ક્યાં પડયાં છે. ચલાચલરહિત એવી ભૂમિકાથી સર્વથા પ્રકારે ભિન્ન તમારું તમારાથી સદાકાળ તન્મયી સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવ વસ્તુસ્વરૂપ સમજો, મન દ્વારા માનો, જેમ દીપકને દેખવાથી દીપકની નિશ્ચયતા-અવગાઢતા-અચલતા થાય છે તે જ પ્રમાણે આ સમ્યજ્ઞાનદીપિકા ભણવા-વાંચવાથી જરૂર નિશ્ચય બ્રહ્મજ્ઞાનરૂપ પ્રાપ્તની પ્રાપ્તિ થશે, તથા સમ્યજ્ઞાનરૂપ પ્રાપ્તની પ્રાપ્તિ તથા તેની નિશ્ચયતા, અવગાઢતા, અચલતા થશે.
જુઓ ! સાંભળો ! જૈનાચાર્યે જૈનગ્રંથમાં કહ્યું છે કે-સમ્યક્ત્વ વિના જપ, તપ, નિયમ, વ્રત, શીલ, દાન અને પૂજાદિક શુભકર્મ-શુભભાવાદિક વૃથા તૃષખંડવત્ (તરખલાંના કટકા જેવા) છે, વળી વિષ્ણુમાં પણ કહ્યું છે કે- ‘બ્રહ્મ જ્ઞાનાતિ બ્રાહ્મણ:' અર્થાત્ બ્રહ્મને તો જાણતા નથી અને સંધ્યા, તર્પણ, ગાયત્રી મંત્રાદિ ભણવાં તથા સાધુ-સંન્યાસી વેષ ધારવા સુધી સર્વ વૃથા છે, બધા સારનો સાર સદાકાળ જ્ઞાનમયી જાગતી જ્યોતિના લાભની જેને ઇચ્છા હોય તથા જન્મ-મરણાદિ વજદુ:ખથી સર્વથા પ્રકારે ભિન્ન થવાની જેને ઇચ્છા હોય તેણે પ્રથમ ગુરુઆજ્ઞા લઈને આ પુસ્તક આદિથી અંત સુધી ભણવું.
સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુની પ્રાપ્તની પ્રાપ્તિ માટે અમે આ પુસ્તકમાં અશુભ, શુભ, શુદ્ધ એ ત્રણેનો નિષેધ લખ્યો છે તે તો પુદ્દગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાલદ્રવ્ય એ પાંચ દ્રવ્યોથી તન્મયી અસ્તિ સમજવો, વળી કોઈ અશુભની સાથે પોતાના સ્વરૂપ જ્ઞાનની એકતા માને છે–સમજે છે-કહે છે તે પણ મિથ્યાદષ્ટિ છે તથા અશુભને ખોટાં–બૂરાં સમજી જપ-તપ-વ્રત-શીલ અને દાનપૂજાદિક શુભની સાથે પોતાના સ્વસ્વરૂપ સમ્યજ્ઞાન સ્વભાવની એકતા સમજે છે-માને છેકહે છે તે પણ મિથ્યાદષ્ટિ છે તથા શુભ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com