________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪)
છે? તથા કેવાં પુણ્યરૂપ શુભકાર્ય કરવાથી મારો અને પરમાત્માનો અચલ મેળ થશે? પ્રત્યક્ષ હું મરું છું, જન્મ છું, દુઃખી-રોગી-શોકી-લોભી-ક્રોધીકામી છું અને જ્ઞાનમયી પરમાત્મા તો ન મરે છે-ન જન્મે છે કે ન રોગીશોકી-લોભી-મોહી-ક્રોધી-કામી છે તો પછી તેમનો અને મારો મેળ કેવો ? કેવી રીતે છે? કેમ થશે' ઇત્યાદિ ભ્રાંતિદ્વારા કોઈ જીવ પોતાને એ જ્ઞાનમયી સિદ્ધપરમેષ્ઠિથી ભિન્ન સમજે છે-માને છે-કહે છે; તેની એકતા-તન્મયતાની સિદ્ધિની અવગાઢતાની દઢતા માટે અનેક દષ્ટાંત દ્વારા સમાધાન આપીશ.
કોઈ મુમુક્ષુ આ સમ્યગ્ગાનદીપિકા પુસ્તકને આદિથી અંતસુધી ભલાભાવપૂર્વક ભણીને પોતાને સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સભ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુને પ્રથમ તો અશુભ જે પાપઅપરાધ હિંસા-ચોરી-કામ-ક્રોધલોભ-મોહ-કષાયાદિથી સર્વથા પ્રકારે ભિન્ન સમજી પછી દાન-પૂજા-વ્રતશીલ-જપ-તપ-ધ્યાનાદિ શુભકર્મ ક્રિયાને પણ સોનાની બેડીવત્ બંધ અને દુ:ખનાં કારણ સમજી પોતાનો પોતામાં પોતામય સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યગ્નાન સ્વભાવવસ્તુને એ દાન-પૂજાદિ શુભકર્મ ક્રિયાથી સર્વથા પ્રકારે ભિન્ન સમજી પછી શુદ્ધથી (શુદ્ધના વિકલ્પથી) પણ પોતાને ભિન્ન સમજી આગળ અનિર્વચનીય પોતાનો પોતામાં પોતામય જેવો ને તેવો નિરંતર જેવો છે તેવો તેનો તે જ આદિ અંતપૂર્ણ સ્વભાવસંયુક્ત રહેવું. વળી ઉપ૨ અમે લખ્યું છે કે-શુભ, અશુભ અને શુદ્ધ એ ત્રણ છે એ ત્રણેની વિસ્તીર્ણતા પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનથી માંડીને અંતનું ચૌદમું ગુણસ્થાન જે અયોગકેવલી છે ત્યાં સુધી સમજવી.
સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવમાં એ શુભ, અશુભ, અને શુદ્ધ આદિ સંકલ્પ, વિકલ્પ, તર્ક, વિતર્ક, વિધિ નિષેધ કદી પણ સંભવતાં નથી, અર્થાત્ સ્વભાવમાં તર્કનો અભાવ છે; હૈ મુમુક્ષુજીવમંડલી ! ધ્યાન કરો તમે ક્યાંથી આવ્યા છો? ક્યાં જશો ? તમે ક્યાં છો? શું છોકેવાં છો ? તમારું કોણ છે? કોના તમે છો ? વળી આ શુભ-અશુભ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com