________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
(૧૩)
સમ્યજ્ઞાનમયી સ્વભાવસ્વરૂપ સમજતો નથી-માનતો નથી પણ કાંઈનો કાંઈ રૂપ પોતાને સમજે છે-માને છે.
આઠમું સ્થળ આયુકર્મ છે, જેમ બેડીથી બંધાયેલ પુરુષ પોતાને દુઃખી સમજે છે, માને છે તે જ પ્રમાણે આયુકર્મવશ સ્વભાવદષ્ટિ રહિત જીવ પોતાને દુ:ખી સમજે છે-માને છે, અર્થાત્ સ્વભાવદષ્ટિ રહિત જીવને આવો નિશ્ચય નથી કે વ્યવહારનયે આકાશવત્ અમૂર્તિક નિરાકાર ઘટઆયુમઠઆયુવત્ હું આયુકર્મમાં રોકાઈ રહ્યો છું.
નવમું સ્થળ નામકર્મ છે, જે સ્વભાવદષ્ટિરહિત છે તે નામને જ પોતાનું સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુ સમજે છે માને છે, મિથ્યાદષ્ટિને આવો નિશ્ચય નથી કે-જન્મ-મરણ-નામાદિક શરીરના ધર્મ છે પણ જ્ઞાનવસ્તુના એ નિજધર્મ નથી.
દશમું સ્થળ ગોત્રકર્મ છે તેનું દૃષ્ટાંત-જેમ કુંભકાર નાનાં-મોટાં માટીનાં વાસણ બનાવે છે તે જ પ્રમાણે સ્વભાવષ્ટિમાં ન સંભવે ( એવાં ) નીચગોત્ર-ઉચ્ચગોત્ર જ વિભાવદષ્ટિમાં જીવ નીચ-ઉચ્ચગોત્રકર્મને કરે છે તો પણ નીચગોત્ર-ઉચ્ચગોત્રથી તન્મયી બની કરતો નથી.
અગિયારમું સ્થળ અંતરાયકર્મ છે, તેનું દૃષ્ટાંત-જેમ રાજાએ ભંડારીને કહ્યું કે ‘આને હજાર રૂપીઆ આપ' પરંતુ ભંડારી આપતો નથી તે જ પ્રમાણે સ્વભાવદષ્ટિ રહિત જીવ ઇચ્છા તો કરે છે કે' હું દાન આપું, લાભ લઉં, ભોગ ભોગવું, ઉપભોગ ભોગવું અને પરાક્રમ-બલ-વીર્ય પ્રગટ કરું' ઇત્યાદિ ઇચ્છા તો કરે છે પરંતુ અંતરાયકર્મ ઇચ્છાનુસાર પૂર્ણતા થવા દેતું નથી. એવું એ અંતરાયવિઘ્ન શ્રીસતગુરુના ચરણ શરણ થવાથી મટે છે (– સાચો પુરુષાર્થ કરે તો જ આત્મબળ વધે અને તે અનુસાર અંતરાયકર્મનો નાશ થાય છે.)
બારમું સ્થળ એ છે કે-કોઈને ગુરુ ઉપદેશથી સ્વસ્વરૂપનો સ્વાનુભવ થયા પછી પણ આવી ભ્રાંતિ થાય છે કે ‘હું અજર અમર અવિનાશી અચલ જ્ઞાનજ્યોતિ નથી અથવા છું તો કેવી રીતે છું? મારું અને સદાકાળ જાગતી જ્યોતિ જ્ઞાનમયી સિદ્ધપરમેષ્ઠિનું એકપણું કેવી રીતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com