________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૧૨ )
એ ચાર પણ તન્મયી નથી માટે અણથયો જે હું ક્ષુલ્લક બ્રહ્મચારીધર્મદાસ બનીને આ સમ્યગ્ગાનદીપિકા નામનું આ પુસ્તક બનાવ્યું છે. આ પુસ્તકમાં ભૂમિકા સહિત દ્વાદશ (૧૨) સ્થળભેદ છે, તેમાં પ્રથમ તો મિથ્યાભ્રમજાળરૂપ સંસારથી સર્વથાપ્રકાર ભિન્ન થવા માટે આ ભૂમિકા એકાગ્રમન લગાવીને ભણો ( વાંચો ) ત્યાર પછી ચિત્રદ્વાર જીઓ તથા તેનું વિવરણ ભણો, (પણ તેને ) પોતાની સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુ ન સમજો–ન માનો-ન કહો.
વળી ત્રીજું સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવસૂર્ય વસ્તુસ્વભાવમાં જેવો છે તેવો છે, સ્વભાવમાં તર્કનો વા સંકલ્પ-વિકલ્પનો અભાવ છે, તેના પ્રકાશમાં તેને જ પરસ્પર વિરૂદ્ધચિત્ર હસ્તાંગુલી સૂચક છેમાને છે–કહે છે પણ સમ્યજ્ઞાનમયી સ્વભાવસૂર્યમાં તન્મયરૂપ કદાપિ કોઈ પ્રકારથી પણ સંભવતો નથી.
ચોથું જ્ઞાનાવર્ણીકર્મચિત્ર છે, તેનો અનુભવ આવો સમજવો, જેમ સૂર્યને આડાં વાદળ સમયાનુસાર સ્વયં જ આવે છે અને જાય છે તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સૂર્યને મતિ, શ્રુત, અધિ અને મન:પર્યય આદિ અજીવ વસ્તુ આવે અને જાય, અર્થાત્ જ્ઞાનને આવરણમાં નિમિત્ત છે તે જ જ્ઞાનાવરણીકર્મ છે.
પાંચમો ભેદ દર્શનાવરણીકર્મ છે, જેમ દેખવાની શક્તિ તો છે પરંતુ દર્શનાવરણ જાતિનાં કર્મ દેખવા દેતાં નથી.
છઠ્ઠું સ્થળ વેદની કર્મ છે, તેના બે ભાગ છે શાતા અને અશાતા. જેમ તલવારને લાગેલી સાકરની ચાસણીને કોઈ પુરુષ જીભથી ચાટે તે જ સમયે કિંચિત્ મીઠા સ્વાદનો ભાસ થાય છે, અને ઘણો તો જિહ્વાખંડનના દુઃખનો ભાસ થાય છે, એ દુ:ખ-સુખથી ભિન્ન સ્વભાવ થવું શ્રીગુરુના ઉપદેશથી.
સાતમું સ્થળ મોહનિયકર્મ છે, જેમ મદિરાવશ સ્વધનની ખબર નથી તે જ પ્રમાણે મોહનિય કર્મવશ પોતાને સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com