________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભૂમિકા
ॐ तत्सत्परमब्रह्मपरमात्मने नमः।। હું, તું, આ, તે, એ ચાર શબ્દ છે તેનો પ્રથમ નિશ્ચય જે કોઈ છે તે જ મૂળ અખંડિત અવિનાશી અચલ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ ભૂમિકા છે, જેમ લાખ યોજન પ્રમાણ આ વલયાકાર જંબૂદ્વીપની ભૂમિકા છે તે ભૂમિકામાં કોઈ એક અણુરેણુ વા રાઈ નાખે તો અલ્પદષ્ટિવાનને આવો ભાસ થાય કે આ જંબૂદ્વીપભૂમિમાં નથી જાણવામાં આવતું કે તે એક અણુરેણુ-રાઈ કયાં પડી છે, એ જ પ્રમાણે આ ત્રણસેતેંતાલીસ (ઘન) રાજુપ્રમાણ ત્રણલોક પુરૂષાકર છે, ત્યાર પછી અલોકાકાશ છે તે અલોકકાશની અંદર આ ત્રણલોકબ્રહ્માંડ છે પરંતુ એવા અનંત બ્રહ્માંડ બીજા પણ હોય તો તે (સર્વ પણ) જે અલોકાકાશમાં અણુણવત્ બનીને સમાઈ જાય, એવો આ લોકાલોક તે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુભૂમિકામાં એક અણુરેણુવત્ ન જાણે ક્યાં પડ્યો છે! માટે નિશ્ચય સમજો કે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુ છે તે નિશ્ચય ભૂમિકા છે, જેમ સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર તન્મયીવત્ સર્વત્ર પ્રસારણ (લાઈ ) થઈ રહ્યો છે તેમાં એક અણુરેણુ ન જાણે ક્યાં પડ્યો છે! તેવી જ રીતે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સૂર્યપ્રકાશમાં આ લોકાલોક અણુરેણુવત્ કોણ જાણે ક્યાં પડયો છે. એ જ ત્રિલોકસાર ગ્રંથમાં શ્રીમતુ નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીએ કહ્યું છે કે ૪૬, ૪૦, ૩૪, ૨૮, ૨૨, ૧૬, ૧૦, ૧૯, ૩૭, ૧૬, ૧૪, ૧૨, ૧૦, ૮0, અને ૧૧ એમ સાત નર્ક અને આઠ જાગલ ઉપર સોલ સ્થાનમાં ૩૪૩ રાજા ઘનાકાર લોક કહ્યો છે.
હવે હું મુમુક્ષુજન સજ્જનમિત્ર શ્રવણ કરો, જેમ આ લોકાલોક છે તે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી ભૂમિકામાં છે પંરતુ તે સમ્યજ્ઞાનમયીભૂમિકાથી તન્મયી નથી તે જ પ્રમાણે હું, તું, આ, તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com