________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
[ સમ્યજ્ઞાન દીપિકા બીજ રાખ સુખ ભોગવે, જ્યાં કિસાન જગમાંહિ
ત્યોં ચક્રી નૃપ સુખ કરે, ઘર્મ વિસારે નાહિ.
એ જ પ્રમાણે કોઈ સ્વસમ્યજ્ઞાનમય સ્વભાવબીજને પોતાના પોતામાં પોતામય પોતાની જ પાસે પોતે જ રાખીને પછી (અરુચિથી) સંસારનાં શુભાશુભ ફળ ભોગવે છે તેને સ્વભાવધર્મ કદી કોઈ પ્રકારથી પણ નાશ પામતો નથી.
જેમ વૃક્ષના જડમાં-મૂળમાં ઇચ્છા પ્રમાણે જળ નાખો તોપણ સમયાનુસાર જ ફળ લાગે છે, તેવી જ રીત મિથ્યાદીષ્ટને ઇચ્છા પ્રમાણ સ્વસમ્યજ્ઞાનોપદેશ આપો તથા સાક્ષાત્ સૂચકવચન કહો કે “તું જ જિનેન્દ્ર શિવ સમ્યજ્ઞાનમય સ્વભાવસૂર્ય છે” એવાં સૂચકવચન કદ્વા છતાં પણ મિથ્યાષ્ટિ સ્વકાળલબ્ધિપાચક થયા વિના સ્વસમ્યજ્ઞાનાનુભવની અચલતા-પરમાવગાઢતા થતી નથી.
જેમ સૂર્ય પ્રકાશ તો કરે છે પણ આંધળો દેખાતો નથી ત્યાં સૂર્યનો શો દોષ? તેમ સદ્ગુરુ સમ્યજ્ઞાનોપદેશ કરે છે પણ મિથ્યાદષ્ટિ સ્વસમ્યજ્ઞાનાનુભવની પરમાવગાઢતા ધારણ કરતો નથી તેમાં સદ્ગુરુનો શો દોષ?
જેમ દીપક, અન્ય ઘટ પટાદિક વસ્તુને પ્રગટ કરતો નથી, કારણ કે-તે વસ્તુઓ દીપકને એમ કહેતી નથી-પ્રેરણા કરતી નથી કેહે દીપક ! તું અમને પ્રગટ કર! એ જ પ્રમાણે દીપક પણ તે ઘટપટાદિ વસ્તુઓને કહેતો નથી-પ્રેરણા કરતો નથી કે હું ઘટપટાદિક વસ્તુઓ ! તમે મને પ્રગટ કરો ! એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાન દીપક છે તે તો અન્ય સંસાર વા તન-મન-ધન-વચનાદિક વસ્તુને વા તન-મન-ધનવચનાદિકના જેટલાં શુભાશુભ વ્યવહાર-ક્રિયાકર્મ છે તેને તથા તેનાં શુભાશુભ ફળને પ્રગટ કરતો નથી, કારણ કે આ સંસાર, તન-મનધન-વચનાદિકવસ્તુ, વળી એનાં શુભાશુભ વ્યવહાર-ક્રિયાકર્મ તથા એનાં શુભાશુભફળ એ સર્વ સ્વસમ્યજ્ઞાનદીપકને એમ કહેતાં નથીપ્રેરણા કરતાં નથી કે હું સ્વસમ્યજ્ઞાનદીપક! તું અમને પ્રગટ કર !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com