SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભ્રાંતિખંડન દષ્ટાંત ] [ ૮૧ જેમ જળ અગ્નિનો સંયોગ પામીને ગરમ છે પરંતુ તે ગરમ છે નહિ. કારણકે એ જ ગરમ જળને અગ્નિ ઉપર નાખે-પટકે તો અગ્નિ ઉપશમ થઈ જાય છે-બૂઝાઈ જાય છે, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાન છે તે ક્રોધાદિ અગ્નિનો સંયોગ પામીને સંતત (ગરમ) થઈ જાય છે પરંતુ (ખરી રીતે તે) સંતત થતું નથી, કારણ કે એ જ સ્વસમ્યજ્ઞાનને ક્રોધાદિક અગ્નિ ઉપર વા જગત-સંસાર ઉપર નાખે-પટકે તો ક્રોધાદિક અગ્નિ તથા જગત-સંસાર ઉપશમ પામી જાય છે. જેમ સૂર્યનો પ્રકાશ અને આકાશ સર્વત્ર છે, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાન સર્વ ક્ષેત્ર-કાળ-ભવ-ભાવાદિક છે ત્યાં નિશ્ચયનયથી છે. સ્વસમ્યજ્ઞાનસ્વભાવમાં રાત્રિ-દિવસનો ભેદ સંભવતો નથી તેથી સ્વસમ્યજ્ઞાનનું નામ સરોદય (સદા ઉદયરૂપ) સૂર્ય છે. જેમ બાળક છોકરો-છોકરી બાળઅવસ્થામાં ગુડાગુડીનો ( ઢીંગલા ઢીંગલીનો) ખેલ બનાવીને મૈથુનાદિભોગપભોગ આભાસમાત્ર કરે છે; પરંતુ યુવાન અવસ્થા વખતે સાક્ષાત્ મૈથુનાદિભોગપભોગ એ જ છોકરા-છોકરીને નિશ્ચયથી પ્રાપ્ત થઈ જાય છે ત્યારે પૂર્વે કરેલા ગુડગુડીના ખેલને અસત્ય જાણીને તેને એક ઠેકાણે સમેટી લઈને રાખી દે છે; એ જ પ્રમાણે કોઈને ગુરુઉપદેશ દ્વારા કાળલબ્ધિ પરિપાક થતાં સ્વસ્વરૂપ પરસ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનસ્વભાવની અચલતા-પરમાવગાઢતા થવા યોગ્ય હતી તે થઈ ચૂકી હવે તે ધાતુ પાષાણ-કાષ્ટાદિકની મૂર્તિ જ્યાંની ત્યાં જ બીજા બાળક જેવાઓના માટે રાખી દે છે. જેમ સમુદ્રનું જળ ખારું છે, પરંતુ એ જ સમુદ્રના કિનારે કૂવો ખોદવામાં આવે તો મીઠું પાણી નીકળે છે, એ જ પ્રમાણે શ્રી ગુરુઉપદેશ પામીને કોઈ સંસારક્ષારના સમુદ્રના કિનારે ખોદશે તો તેને સ્વસમ્યજ્ઞાનરૂપ મીઠા જળનો લાભ થશે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008311
Book TitleSamaya Gyan Dipika
Original Sutra AuthorN/A
AuthorDharmadas
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1991
Total Pages153
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy