________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ ]
[ સમ્યજ્ઞાન દીપિકા નથી, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય સમ્યગ્દષ્ટિ છે તે પોતાના પોતામાં પોતામય સ્વસમ્યજ્ઞાનથી તન્મયરૂપ છે તેને તો સ્વાંગ માનતો નથી –સમજતો નથી પરંતુ જે સ્વસ્વભાવ સમ્યગ્નાનથી તન્મયરૂપ નથી તે બધાયને જ સ્વાંગ જાણે છે–માને છે.
જેમ ઘ૨ને અગ્નિ લાગે તે પહેલાં કૂવો ખોદવો યોગ્ય છે તે જ પ્રમાણે આ દેહ ઝૂંપડીને કાળઅગ્નિ લાગે તે પહેલાં શ્રી સદ્દગુરુવચનોપદેશ દ્વારા આ દેઝોંપડીની અંદર, બહાર અને મધ્યમાં નિરંતર સ્વસમ્યગ્નાનાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવવસ્તુ છે તેને તન્મયરૂપ સમજી લેવી-માની લેવી યોગ્ય છે.
જેમ ચકવો-ચકવી સંધ્યાકાળે-રાત્રિસમયે અલગ અલગ થઈ જાય છે ત્યાં તેમને દ્વેષભાવથી કોણ અલગ અલગ કરે છે? તથા પ્રાતઃકાળ-સૂર્યોદય થતાં તે ચકવો-ચકવી પરસ્પર મળે છે ત્યાં તેમને કોણ પ્રીતિરાગભાવથી મેળાપ કરાવે છે? એવી જ રીતે જીવ અને અજીવને કોણે પ્રીતિ-રાગભાવથી મેળાપ કરાવ્યો છે? તથા દ્વેષભાવથી અલગ અલગ પણ કોણ કરે છે?
જેમ સોનાના અનેક ભેદ–અલંકાર છે, એ અનેક ભેદઅલંકારને ગળાવી દઈએ તો એક માત્ર સુવર્ણ જ છે, તે જ પ્રમાણે એક સ્વયંસિદ્ધ સ્વસમ્યજ્ઞાન છે, તેના ભેદ કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન, કુઅવધિજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન ઇત્યાદિ ભેદ છે તેને ગળાવી દઈએ તો એક માત્ર સ્વયંસિદ્ધ સ્વસમ્યજ્ઞાન જ છે.
જેમ સૂર્યના પ્રકાશમાં અંધકાર ક્યાં છે? અને સૂર્યને કાઢી લઈએ તો પ્રતિબિંબ ક્યાં છે? તથા આત્મજ્ઞાની આ જગત-સંસાર મૃગજળવત્ છે પણ સૂર્ય ન હોય તો મૃગજળ ક્યાં છે? એ પ્રમાણે ગુરુઉપદેશદ્વારા પોતાને પોતામાં પોતામય પોતાથી ખેંચી લીધા પછી આકાર ક્યાં છે? એ પ્રમાણે આ જગતસંસાર છે તે ભ્રમ છે, એ ભ્રમ ઉડી ગયો તો જગતસંસાર ક્યાં છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com