________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૮૩ એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનદીપક છે તે પણ આ સંસારને, તન-મનધન-વચનાદિ વસ્તુને, તેનાં જેટલાં શુભાશુભ-વ્યવહાર-ક્રિયાકર્મ છે તેને અને તેના જેટલાં શુભાશુભફળ છે તેને એમ કહેતો નથી–પ્રેરણા કરતો નથી કે હું સંસાર, તન-મન-ધન-વચનાદિક વસ્તુ, તન-મનધન-વચનાદિ વસ્તુના જેટલાં શુભાશુભ વ્યવહાર-ક્રિયાકર્મ, અને તેનાં શુભાશુભ ફળો ! તમે મને પ્રગટ કરો.
જેમ બાજીગર અનેક પ્રકારનાં તમાસા-ચેષ્ટા કરે છે પરંતુ પોતે પોતાના દિલમાં જાણે છે કે હું જેમ આ તમાસા-ચેષ્ટાઓ કરું છું તેવો હું મૂળ સ્વભાવથી જ નથી, તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય સમ્યગ્દષ્ટિ આખા સંસારનાં શુભાશુભકર્મ-ચેષ્ટા કરે છે પરંતુ પોતે પોતાના દિલમાં નિશ્ચયથી જાણે છે કે-જેવો હું આ સંસારનાં શુભાશુભકર્મ–ચેષ્ટા કરું છું તેવો તન્મય (તેમય) કદી કોઈ પ્રકારથી પણ હું નથી અર્થાત્ જેવાં કર્મ-ચેષ્ટા કરું છું તેવો હું મૂળ સ્વભાવથી જ નથી.
જેમ બાજીગર, મિથ્યા મૃગજળવત્ આમ્રવૃક્ષ લગાવે છે તેને દેખીને કોઈ (પિતાએ) પુત્રને કહ્યું કે હે પુત્ર! વા હે બાજીગર! આમ્રવૃક્ષ લગાવ્યું તે મિથ્યા છે, પરંતુ તે પુત્રનો પિતા પેલા બાજીગરને મિથ્યા નથી જાણતો એ જ પ્રમાણે સ્વસમ્યગ્દષ્ટિ. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મને તો મિથ્યા જાણે છે પરંતુ જે કર્મથી અતન્મય (અતરૂપ) થઈ કર્મને કરે છે તેને મિથ્યા નથી જાણતોનથી માનતોનથી કહેતો.
જેમ ખડી-પાંડુ પોતે સ્વયં જ શ્વેત છે અને પર જે ભીંતઆદિને શ્વેત કરે છે પરંતુ પોતે એ ભીંતાદિથી તન્મયરૂપ થતી નથી, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાન છે તે સર્વ સંસાર આદિને ચેતનવત્ કરી રાખે છે પરંતુ પોતે સંસારઆદિથી તન્મય થતો નથી.
જેમ જેલખાનામાં બેડીથી બંધાયેલા તસ્કરાદિ (ચૌરાદિ ) પણ છે, અને તે જ જેલખાનામાં નિબંધ સિપાઈ –જમાદાર-ફોજદાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com