________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મ-કથા
મારા શરીરને ક્ષુલ્લક બ્રહ્મચારી ધર્મદાસ કહેવાવાળા કહે છે. તે જ હું મારા સ્વાત્માનુભવની પ્રાપ્તિ થઈ તે પ્રગટ કરું છું. મારાથી મારા શરીરનો જન્મ તો સવાઈ જયપુર રાજ્યમાં, જિલ્લા સવાઈ માધોપુર, તાલુકા બેલીગામ, બપૂઈનો છે. મારું શરીર, ખંડેલવાલ શ્રાવક ગૌત્ર ગિરધરવાળ / ચૂડીવાળ / દિયા કુળમાં ઉત્પન્ન થયું છે. મારા શરીરના પિતાનું નામ શ્રીલાલજી હતું. તથા મારી માતાનું નામ જવાલાબાઈ હતું. અને મારા શરીરનું નામ ધન્નાલાલ હતું. અત્યારે મારા શરીરનું નામ ક્ષુલ્લક બ્રહ્મચારી ધર્મદાસ છે.
અનુક્રમે મારા શરીરની વય વીસ વર્ષની થઈ ત્યારે કારણ પામીને હું ઝાલાપાટન આવ્યો. ત્યાં દિગંબર જૈન મુનિ શ્રી સિદ્ધશ્રેણિજી હતા. હું તેમનો શિષ્ય થયો. સ્વામીજીએ મને લૌકિક વ્રત-નિયમ આપ્યા. તેથી મેં
વિક્રમ સં. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધીમાં કાયક્લેશ તપ કર્યા. ભાવાર્થ:- મેં આ તેર વર્ષોમાં ૨૦૦૦ નિર્જળ ઉપવાસ કર્યા, બે ચાર જિનમંદિર બનાવ્યા, પ્રતિષ્ઠા કરાવી અને સમ્મેદશિખર-ગિરનાર આદિ જૈન તીર્થે ગયો; બીજા પણ ભૂ-શયન, પઠન, પાઠ, મંત્રાદિક ઘણા કર્યા; જેને લીધે મારા અંતઃકરણમાં અભિમાન / અહંકારરૂપી સર્પનું ઝેર વ્યાપી ગયું હતું, તેથી હું પોતાને સારો માનતો હતો અને બીજાઓને ખોટાં / જૂઠાં / બૂરાં માનતો હતો. તેવી બહિરાત્મદશામાં દિલ્હી, અલીગઢ, કોયલ આદિ મોટા શહેરોમાં તેરાપંથી શ્રાવકો મારા ચરણોમાં પ્રણામ, નમસ્કાર, પૂજા કરતા હતા. જેને લીધે પણ મારા અંતઃકરણમાં એવું અભિમાન / અજ્ઞાન હતું કે ‘હું સારો છું, શ્રેષ્ઠ છું' અર્થાત્ તે સમયે મને એવો નિશ્ચય ન હતો કે નિંદા-સ્તુતિપૂજા દેહની અને નામની છે.
પશ્ચાત હું ભ્રમણ કરતો થકો બરાડ દેશમાં અમરાવતી શહેર છે ત્યાં ગયો, ત્યાં ચતુર્માસમાં રહ્યો હતો. ત્યાંની શ્રાવકમંડળીને હું રાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com