SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૩૪ ૪૮૧ હૈ ત્યાં વસને, એ સ્થાનકવાસી હૈ. (શ્રોતા – ઓલું તો બહારનું ) એ તો અજ્ઞાન હૈ. આહાહા ! આહાહા ! અપને જ્ઞાનમેં ત્યાગરૂપ અવસ્થા અથવા અપને જ્ઞાનમેં રાગકા અભાવરૂપ અવસ્થા, અર્થાત્ આનંદકી ઉગ્ર અવસ્થા એ પ્રત્યાખ્યાન હૈ. આહાહાહા... અહીં તો સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને પણ વદન હૈ રાગકા દુઃખકા. આહાહા... કોઈ કહે કે જ્ઞાનીકો દુઃખકા વેદન હી નહીં, એ દૃષ્ટિ મિથ્યાત્વ હૈ, એ કાંઈ વસ્તુને સમક્તો નથી. સમજમેં આયા? આહાહાહા.... અને દુઃખકા વેદન કરના એ તીવ્ર કષાય હૈ, એમ કહતે હૈ, એ અજ્ઞાન છે, મૂઢ હૈ. અરે છઠ્ઠા ગુણસ્થાન સુધી દુઃખકા વેદન હૈ, સાતમે ભી અબુદ્ધિપૂર્વક દુઃખકા વેદન હૈ, અરે દસમા તક ભી અબુદ્ધિપૂર્વક દુઃખકા વેદન હૈ. ભાઈ તને ખબર નથી. પૂર્ણાનંદ જ્યાં લગ પ્રગટે નહીં ત્યાં સુધી દુઃખકા અંશ હૈ અંદર. આહાહા...આહાહાહા.. મારગ બહુ (સૂક્ષ્મ) – (શ્રોતા:- બહુ સ્પષ્ટ ચોખ્ખો). આહાહાહા.. ટીકાઃ – આ ભગવાન જ્ઞાતા, ભાષા દેખો, ભગવાન જ્ઞાતા દેખા, જ્ઞાતા દ્રવ્ય, આહાહા ! એ પ્રભુ આત્મા તો જ્ઞાયક દ્રવ્ય હૈ, સર્વજ્ઞ, સર્વજ્ઞ સ્વભાવી દ્રવ્ય હૈ એમ ન કહેતા જ્ઞાયક કહા, એમ કહેતા જ્ઞાન સ્વભાવી જ્ઞાતા કહા, આહાહાહા.. પણ ભગવાન આત્મા ભાષા એમ લિયા. આહાહા ! એક ઠેકાણે બહાર વાત ગઈ આત્માકો ભગવાન કહતે હૈ કે નહીં, નહીં અત્યારે ભગવાન ન હોય, અરે સાંભળીને પ્રભુ. બહારસે આયા થા કોઈ, અત્યારે ભગવાન ન હોય. અરે ભગવાન ત્રણેય કાળે આત્મા તો ભગવાન હી હૈ. સ્વભાવ તો ઉસકા ભગવાન હી હૈ, પર્યાયમેં ભૂલ હૈ, આહાહા.. ભગવાનપણા ન હો તો પર્યાયમેં ભગવાનપણા આયેગા કહાંસે? કાંઈ બહારસે આતા હૈ કોઈ ચીજ? પ્રાતકી પ્રાપ્તિ હૈ, ભગવાન ભગ નામ આનંદ ને જ્ઞાનની લક્ષ્મી, વાન નામ એના સ્વરૂપ. ભગવાન જ્ઞાન અને આનંદ લક્ષ્મીવાન એ આત્મા હૈ. (શ્રોતા – બે પ્રકારની લક્ષ્મી લાગે છે) ધૂળની લક્ષ્મી એ તો રખડવાની હૈ મારી નાખવાની પૈસા ધૂળ, અજીવ ધૂળ માટી ધૂળ મેં લક્ષ્મીવાન હું મૈં લક્ષ્મીપતિ હું જડપતિ હું. આહાહા! અહીંયા તો દૂસરી વાત હૈ. બાપા એ લક્ષ્મી તો ક્યાંય રહી ગઈ અજીવ પણ અંદરમેં રાગ હૈ ઉસકા મેં સ્વામી હું એ ભી મિથ્યાષ્ટિ હૈ. વેદન હૈ જ્ઞાનીકો, પણ એ મેરી ચીજ નહીં મેરા વેદનમેં આતા હૈ, એ અપેક્ષા મેરેમેં હૈ, પણ વો મેરી ત્રિકાળી ચીજમેં નહીં. આહાહા ! સમજમેં આયા? હવે એક અપેક્ષાએ ઐસા ભી કહા, દૂસરી અપેક્ષાએ પ્રવચનસારમેં નય અધિકારમેં ઐસા ભી કહા કે જ્ઞાનીકો આત્મજ્ઞાન હુઆ, સમ્યકદર્શન હુઆ, ઉસકો ભી જો રાગ આતા હૈ, દુઃખ હોતા હૈ, ઉસકા વો સ્વામી હૈ. ૪૭ નયમેં લિયા હૈ. સમજમેં આયા? કયોંકિ ઉસકી પર્યાયમેં હોતા હૈ, કોઈ પરસે હોતા હૈ ને પરમેં હોતા હૈ ઐસા નહીં. આહાહાહા.. સમકિતી જ્ઞાની પણ અપની પર્યાયમેં જે દુઃખક પર્યાય હોતી હૈ, આ અત્યાગભાવની ઉસકા ભી સ્વામી તો મૈ હું. આહાહાહા ! પણ ઉસકા હવે મૈ ઉસકા આચરણ કરનેકા અભિલાષી, એ સ્વામીપણા મેરી પર્યાયમેં રાગકા હૈ દુઃખકા, ઉસકો ત્યાગ પ્રત્યાખ્યાન કૈસે હો ઉસકી બાત વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ).
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy