SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૨ જ. કેવું થઈને? [સ્વ-રસ-રમત-છg: Vyદન : પવ] પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એક સ્વરૂપ થઈને. ભાવાર્થ-નિશ્ચય-વ્યવહારનયના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે, તેને જાણીને, એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય? થાય જ; કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. અહીં કોઈ દીર્થસંસારી જ હોય તો તેની કાંઈ વાત નથી. ૨૮. આ પ્રમાણે, અપ્રતિબુદ્ધ જે એમ કહ્યું હતું કે “અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે”, તેનું નિરાકરણ કર્યું. આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા ને શરીરનું એકપણે તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબદ્ધ હતો તે હવે તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી અને નેત્રના વિકારીની માફક (જેમ કોઇ પુરુષનાં નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણાદિક અન્યથા દેખાતાં હતાં અને જ્યારે વિકાર મટયો ત્યારે જેવાં હતાં તેવાં જ દેખવા લાગ્યો તેમ) પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઊઘડી જવાથી પ્રતિબદ્ધ થયો અને સાક્ષાત્ દ્રષ્ટા (દેખનાર) એવા પોતાને પોતાથી જ જાણી, શ્રદ્ધાન કરી, તેનું જ આચરણ કરવાનો ઇચ્છક થયો થકો પૂછે છે કે “આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન ( ત્યાગવું) તે શું છે?' તેને આચાર્ય આ પ્રમાણે કહે છે: પ્રવચન નં. ૯૬ શ્લોક - ૨૮ તા. ૩૦-૯-૭૮ ભાદરવા વદ ૧૩ શનિવાર इति परिचिततत्त्वैरात्मकायैकतायां नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्। अवतरति न बोधो बोधमेवाद्य कस्य स्वरसरभसकृष्टः प्रस्फुटन्नेक एव ।।२८ ।। અઠયાવીસ! સંતોની વાણી કુંદકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્ય અહીં કહેતે હૈં. આહાહા ! “પરિચિત તવૈ” જેમણે વસ્તુકા યથાર્થ સ્વરૂપકા પરિચય કિયા હૈ, ઐસા મુનિયો અથવા સર્વજ્ઞો, પરિચિત” જેણે તત્ત્વકા પરિચય બહોત કિયા હૈ સર્વજ્ઞપણા પ્રગટ હુઆ હૈ અથવા મુનિઓ ભાવલિંગી સંત જેને તત્ત્વ આનંદનો નાથ ભગવાનકા પરિચય કિયા બહોત. આહાહા! સમજમેં આયા? “પરિચિત તવૈઃ” જિન્હોને વસ્તુકે તત્ત્વ એટલે વસ્તુ પરિચિત એટલે સબકો પરિચય કિયા. આત્મા વસ્તુ શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ ઉસકા જિસને પરિચિત સમસ્ત પ્રકારે પરિચય કિયા તો સર્વજ્ઞ હુઆ. પણ ઉસકી નીચલી દશામેં ભી પરિચય કિયા, આહાહા... તો મુનિ હુઆ, આવી વાતું છે. ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ ઉસકા એકદમ પૂર્ણ પરિચય કિયા તો સર્વજ્ઞ હુઆ અને ઉસકા સર્વજ્ઞ સિવાય અપની યોગ્યતાસે જે અપના પૂર્ણ પરિચય કિયા તો મુનિદશા હુઈ. આહાહાહા ! કર્મકા ઈતના પરિચય છૂટ ગયા. સમજમેં આયા? આવો મારગ આકરો, આ બાપુ.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy