SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક – ૨૮ ૪૬૫ અરે ! અનંતકાળથી દુઃખમાં દાઝી ગયો છે દુઃખથી દઝાઈ ગયો છે કષાયની અગ્નિથી એ શાંતિ એની બળી ગઈ છે પર્યાયમાં હોં, વસ્તુ તો છે ઈ છે. આહાહા ! એ કષાય અગ્નિથી જલ્યા હુઆ આગળ કહેશે આમાં “નયવિભાજન યુકયા આત્મ એકત્યો” આહાહા... ઓલામાં એમ લખ્યું છે ભાઈ કળશટીકામાં કે ભગવાન આત્મા અને રાગ અને પુણ્ય ને શરીરાદિકા એકત્વસે મરણકો પ્રાપ્ત હો રહા હૈ. આહાહાહાહા ! કળશટીકામેં ઉસકા અર્થ ઐસા લિયા હૈ કળશ ટીકા હૈ ને રાજમલજીકી કેટલામેં હૈ? અઠયાવીસમો કળશ. દેખો “ઉચ્છાદિતાયામ” છે ને આવ્યું ને, જુઓ “નયવિભજનયુકત્યા” જડમૂળસે ઉખાડ ફેંકા, હૈ, છે. હેં ને? જળમૂળસે ઉખાડ ફેંકા હૈ, ઉસકા અર્થ યહાં કિયા, જેમ ઢંકા હુઆ નિધિ પ્રગટ કરનેમેં આતા હૈ એમ જીવ દ્રવ્ય પ્રગટ હૈ, અંદર ભગવાન પ્રગટ ચૈતન્ય ઝળહળ જ્યોતિ, પરંતુ કર્મ સંયોગસે ઢંકાયેલું હોનેસે રાગ અને પુણ્ય અને પાપના ભાવમાં ઢંકાઈ ગયા. આહાહા ! મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. જાણે હૈ હી નહીં. આહાહાહા ! જાણે કે શરીર ને પુણ્ય અને પાપ ને ભાવ યે હી હૈ. આહાહા ! ઐસા અસ્તિત્વમેં ભગવાનના પૂરણ અસ્તિત્વ મરણતુલ્ય હો ગયા. બાલચંદજી ! આહાહા ! શ્રીમમાં આવે છે ને ૧૬ વર્ષે “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો” શ્રીમદ્ રાજચંદ્ર સોળ વરસની ઉંમરે, સમકિત તો પીછે પાયા, એ પહેલા દેહના સોળવરસ, દેહનાને? આત્મા તો અનાદિ અનંત હૈ એ એમ કહતે હૈ. “બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો”. આહાહા! ચોર્યાસીના અવતાર કર્યા પ્રભુ પણ તે ભવ મનુષ્યનો પામ્યો અને ફેરો ના ટાળ્યો. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે” પુણ્યમાં સુખ છે, બાયડીમાં સુખ છે, આબરૂમાં સુખ છે, ધૂળમાં સુખ છે, બહારમાં સુખ છે, સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. ભગવાન આનંદનો નાશ થાય છે ત્યાં “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો” પછી તો વિશેષ કહ્યા હૈં. “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો એક પળ પણ તમને અહો!” આહા. સોળ વરસે, માલચંદજી! આ લખેલું, બહોત ક્ષયોપશમ લેકર પૂર્વ ભવમેંસે આયે થે, આહા.. એ કહેતે હૈ કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ, પ્રભુ એ પુણ્ય અને પાપ અને તેના ફળ ને અપના માનકર ક્ષણે ક્ષણે તેરા ભયંકર ભાવમરણ હો રહા હૈ, દ્રવ્યમરણ તો જબ શરીર છૂટેગા તબ હોગા. આહાહા.. જીવતી જ્યોત પ્રભુ અંદર ચૈતન્ય સ્વરૂપ ભગવાન, ઉસકા અસ્તિત્વની માન્યતા નહીં) સ્વભાવકા સ્વીકાર નહીં, અને આ રાગાદિ પુણ્યાદિકા ફળ આયા, આ પૈસા ધૂળ સ્ત્રી કુટુંબ પરિવાર, ઉસકા તેરે મહાતમ, આહાહાહા.. તેરા સ્વરૂપના ભાવમરણ હુઆ હૈ. ક્ષણ ક્ષણમેં મૃત્યુ હોતા હૈ પ્રભુ. આહાહાહા ! ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો. એ રાગ અને રાગના પુણ્યબંધન ને એના ફળ સંયોગ એના પ્રેમમાં પ્રભુ તું ક્યાં રાચી રહ્યો ભાઈ. આહાહાહા!તેરી જીવતી જ્યોત ચૈતન્યમા તેં અનાદર કરકે ઔર મરણ તુલ્ય કર દિયા. સુમેરુમલજી! આહાહાહા ! આવી વાત છે. આહાહાહા ! યહાં એ કહતે હૈ, “અત્યન્તમ ઉચ્છાદિતાયામ” જડ મૂળસે ઉખાડ ફેંકા ઉસકા અર્થમેં લિયા હૈ, યહાં સમજે અત્યંત નિષેધ કિયા થા. કિયા હૈ. ક્યા? રાગ ને શરીર ને પુણ્યના ફળ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy