________________
૪૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨
ઇન્દ્રિયસે રહિત ૫૨ એટલે દેવગુરુશાસ્ત્ર ને કુટુંબ પરિવાર ઐસા ભગવાનકા, ભગવાન સ્વરૂપમેં જાકર ઉસકા તિક્ષ્ણ ચૈતન્ય સ્વભાવકા અવલંબન લેકર, ઉસકા નાશ કરના, દૂસ૨ા કોઈ ઉપાય હૈ નહીં. માલચંદજી... ૭૭ વર્ષમાં ન્યાં ક્યાંય સાંભળ્યું ન હોય. છે નહીંને ત્યાં ? આકરું કામ બાપા, બહુ કામ ભાઈ.
અનુભવ હોવે પીછે ભી દુઃખ હોતા હૈ, એમ કહતે હૈ દુઃખ ન હો તો આનંદ પૂરણ હોના ચાહીએ. આહાહાહા ! સમકિતી જ્ઞાની અનુભવી જાણતે હૈ કે મેરી પર્યાયમેં દુઃખ હૈ, મેં દુઃખ વેદતા હું અને એ દુઃખકા ભોકતા મૈં હું. આહાહાહા ! પણ અપના આનંદકા ઉગ્ર ભોકતા હોકર, એ દુઃખકા ભોકતાકા નાશ કર દેતે હૈ, સમજમેં આયા ? હવે આવી વાતું હોય છે, ઘરેથી બૈરા સાંભળવા ન આવે ને પૂછે તે, શું કહેતા'તા કોણ જાણે આમ કહેતા'તા, તમે એ તો સાંભળો તો ખબર પડે. આવો મારગ પ્રભુ શું કરીએ, અલૌકિક વાતું બાપા. આહાહા ! લોકોત્તર ! આ આવશે અહીંયા શરીર ને આત્મા એક એ તો લોકમારગસે કહેનેમેં આતા હૈ. આ શ્લોક આવે છે ને પછી એ લૌકિકસે કહેનેમેં આતા હૈ. એ આવશે પછી.
અહીંયા તો પાંચ ઇન્દ્રિય શ્રોત્ર, ચક્ષુ હવે ‘ચક્ષુ', ચક્ષુ ઇન્દ્રિયના સંબંધમાં પણ જ્યાં સુધી હૈ ઈતના એ ભાવ્ય દોષ હૈ. આહાહાહા... ઓ દોષકો દુઃખકો ભગવાનકા દર્શન કરનેમેં ચક્ષુ ઇન્દ્રિયકા નિમિત્ત હૈ ને બીચમેં ? ઈતના સંબંધ હુઆ ને રાગ આયા તો દુઃખ હૈ, “રાગ આગ દાહ દઢે સદા, તાતેં સમામૃત સેવીએ” આહાહા... અંતર આનંદકા નાથ સમભાવી અમૃત પડા હૈ, આહાહાહા... પાણીમેં ડુબકી મારકે જેમ સ્નાન કરતે હૈ, આહાહા ! એમ આનંદકા નાથમેં અંદર ડુબકી મારતે હૈ. આહાહા ! ડુબકી કહતે હૈ ન ? ( શ્રોતાઃ– ડુબકી ) હિંદી હિંદી અમારે ઉમરાળાયેં, ઉમરાળા જનમ ગામ હૈ ને ? નદી મોટી હૈ, કાળુભાર બડી તો એક કુવા થા નદીમેં, હમ તો બાળક થે છોટી ઉંમર દસબાર વર્ષ દેખનેકો જાતે થે, તો જુવાન આદમી પડતે થે અંદર, ઊભો કોશીઓ કહતે હૈ ઉસકો, જેમ કોશ હોય ને લોઢાની, એમ પાણીમેં સીધા પડતે થે અંદર, પાણીમેં, કુવામેં ઔર જાકર નીચેસે તળિયાસે વેળુ, વેળુ, વેળુ લેકર હજી બહાર નીકળી ન શકે પણ હાથ બહાર કાઢે કે જુઓ મૈં તળીયાસે રેતી લે આયા. કુવામાં તળે જઈને હાથ ઊંચો કરે દેખા હૈ સબ નજરે હોં અત્યારે દેખાય છે.
એમ અહીંયા ભગવાન આત્મા ચૈતન્ય દરિયો આનંદનો નાથ સાગર એના તળમાં જઈને આનંદકી દશાકા નમુના બહાર લાના. આવી વાતું છે.
66
એ “ઘ્રાણ” ઘ્રાણ ઇન્દ્રિયકા સંબંધ હૈ ને ઈતના જરી, તદ્દન અણીન્દ્રિય ન હો તબલગ થ્રાણ ઇન્દ્રિયકા સબંધ હૈ ઈતના ભાવ્ય દોષ ઉત્પન્ન હોતા હૈ વો અપના સ્વભાવકે અનુસાર કરકે નાશ કરના.
એમ “રસન” આહાહા ! એ રસનમાં દૃષ્ટાંત દિયા થા. નહીં પરસો ? આહાહા ! ભગવાન ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ સંસારમેં જબતક હૈ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ છ ખંડ, છત્તું હજા૨ સ્ત્રી, યા છત્તું કરોડ પાયદળ, અડતાલીસ હજાર નગર, બોંતેર હજાર.... અડતાલીસ હજાર પાટણ. અને ખોરાક ઉસકા બત્રીસ કવળકા એક કવળ – અબજોની કિંમત. જિસકા એક કવળ છત્તું કરોડ પાયદળ પચાવી ન શકે. એ સમકિતી જ્ઞાની ક્ષાયિક સમકિતી