________________
૩૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આયા? ચૈતન્યના અનંત ગુણ સ્વરૂપ આત્મા ઐસા ન લેકર, મહાપ્રભુ “ઉપયોગ લક્ષણ નિચ્ચે” એમ સર્વજ્ઞ ભગવાને આત્માને કહા ને? આહાહાહાહાહા... અને “લખ્ખણો” લીધું છે, “ઉપયોગો લખ્ખણો નિચ્ચે સવજું નાણ દિહો” આહાહાહા... ભગવાન આત્માકો,(સર્વજ્ઞ ) ભગવાન આત્માએ, ઉપયોગ લક્ષણ દિઠા હૈ. આહાહા ! એમાં રાગ લક્ષણ ને રાગભાવ આયા કહાંસે? એમ કહેતે હે જાનન-દેખન ઉપયોગ હૈ ને? દૂસરા ગુણમેં ઐસા જાનન-દેખન હૈ નહિ, અનંતગુણમેં. આહાહાહા... જ્ઞાનપ્રકાશ ને દર્શન પ્રકાશ ઐસા જે ઉપયોગ, ઉપયોગસ્વરૂપ ભગવાન આત્મા, ભગવાને તો ઐસા કહા હૈ અને રે દૂરાત્મન ! તું દયા દાનકા રાગકો અપના માને ને અપને સમાન માને પુદ્ગલકો, આ કહાંસે આયા? આવી વાતું છે.
જેના પ્રકાશના તેજમાં સ્વપર જણાય ઐસા ઉપયોગસ્વરૂપ ભગવાન (આત્મા) તો હૈ એ પરસ્વરૂપ નહિં. આહાહાહા! રાગસે અણઉપયોગ તો રાગ હૈ. રાગ દયા-દાન-વ્રત આદિકા વિકલ્પ એ તેરા હૈ એ માને એ તો અણઉપયોગ હૈ. આહાહાહા.. ભગવાન તો જાનન–દેખન ઉપયોગ તો ભગવાને દેખા કહેતા હૈ. ભગવાને તો ઐસા કહા હૈ, જેને ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન વિશ્વપ્રકાશક, વિશ્વ નામ સમસ્ત નામ પ્રકાશક, ત્રણ કાળ-ત્રણલોક એક સમયમેં જેને પ્રકાશ્યા. આહાહાહા! ઐસી ચૈતન્ય જ્યોતિ ભગવાન, ઉસને તો ઐસા કહા કે જીવ તો “નિચ્ચે ઉપયોગ લક્ષણ હૈ” એમાં તેરા રાગ આયા કહાંસે? આહાહા! ન્યાં ક્યાંય મળે એવું નથી ત્યાં બેંગ્લોરમાં, ધૂળ આવે ધૂળ ઓલી, પૈસા. આહાહાહા... નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ ઐસા શબ્દ પડા હૈ, ત્રિકાળ જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ સ્વરૂપ એ તો હૈ. આહાહાહા... એ રાગરૂપ કભી હુઆ નહિ, રાગરૂપ કભી હોતા નહીં. આહાહા ! ઉપયોગ સ્વરૂપ જીવ ચૈતન્ય એ અજીવ રાગરૂપે કૈસે હો, જીસમેં અણઉપયોગ હૈ ઉપયોગ હૈ નહીં. આહાહાહા ! સમજમેં આયા? વાત કહેવી સૂક્ષ્મ ને સમજમેં આયા પાછું કહેના. સમજાય છે વળી કહે બાપુ આ છે ભાઈ. આહાહા !
એક સર્વને વિશ્વને પ્રકાશ કરનાર ભગવાન સર્વજ્ઞદેવ, સર્વજ્ઞાનસે પ્રગટ કિયે ગયે સર્વજ્ઞાનસે પ્રગટ કિયે ગએ નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય દેખો નિત્ય ઉપયોગરૂપ જીવદ્રવ્ય ઐસા ન કહા નિત્યસ્વભાવ હૈ ઐસા ન કહા, “નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ દ્રવ્ય” આહાહાહા ! જાનન–દેખન ઉપયોગ સ્વભાવરૂપ. આહાહા... જીવદ્રવ્ય યહ પુદ્ગલ દ્રવ્ય કૈસે હો ગયા? એ રાગરૂપે કૈસે હો ગયા? આહાહાહા! આવી વાતું છે. યુગલજી! ભગવાનનો માર્ગ આ છે ભાઈ ! આહા... દુનિયા પછી ગમે તે કહો ! એકાંત હે, નિશ્ચયાભાસ હૈ એમ કહે પ્રભુ. ભાઈ તને રાગના પ્રેમમાં તને વસ્તુ ભિન્ન છે તેનું ભાન નથી. આહાહા ! એને એમ હોય કે આ આવી ક્રિયા કરીએ, મહાવ્રત પાળીએ, ઇન્દ્રિય દમન કરીએ, જાવજજીવ બ્રહ્મચર્ય પાળીએ તો પણ કલ્યાણ ન થાય? એ બધી ક્રિયા રાગની હૈ સૂન તો સહી. એ તો રાગની વૃત્તિનું ઉત્થાન હૈ. ભગવાન આનંદકંદમેં યે ઉત્થાન હૈ હી નહીં. આહાહાહાહાહા કેવી ગાથા છે જુઓને. આહાહા !
એ પુદ્ગલ દ્રવ્ય કૈસે હો ગયા? કે “જિસસે તું યહ અનુભવ કરતા હૈ કે પુદ્ગલ દ્રવ્ય મેરા હૈ” રાગ મેરા હૈ આહા.. ક્યા હુઆ તેરે? આહાહાહા ! ઘાસ નિકાલનેકી ચીજ હૈ, ઉસકો ચૂરમાં સાથે ઘાસ ખાતે હો, રાગ પુદ્ગલ હૈ ઉસકે સાથ આત્મા મેરા હૈ ઐસે તુમ અનુભવ કરતે હો. આહાહાહા ! ગજબ હેં ને? ખરેખર તો આ જીવ-અજીવ અધિકાર હું એટલે રાગ જો હૈ, ચાહે