________________
ગાથા – ૧૬, શ્લોક – ૧૫–૧૬-૧૭
૨૬૧ નહીં હૈ સંસ્કૃત ટીકામાં ધ્યેય લિયા હૈ કળશ ટીકાકારે, પણ અહીંયા આ લેના આ, ધ્યેય બનાકર દ્રવ્ય સ્વભાવકો ધ્યેય બનાકર જે પર્યાયમેં સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર હુઆ, ઉસકો અહીંયા આત્મા સાધકપણે પરિણમ્યા એમ કહેનેમેં આતા હૈ. ભલે ધ્યેય દૃષ્ટિ ત્યાં હું એ અહીંયા બાત નહીં. દ્રવ્યના ત્રિકાળ ધ્યેયકા અવલંબનસે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર હુઆ પણ અહીંયા સમ્યગ્દર્શન ચારિત્ર જે હુઆ શુદ્ધ, ઉસકો કારણરૂપ સાધકરૂપ કહીને, પૂર્ણ દશાકો કાર્યરૂપ કહીને સાધ્યદશા કહેનેમેં આયા હૈ. એક હી આત્મા અપૂર્ણપણે અશુદ્ધપણે પરિણમના યે હી આત્મા પૂર્ણપણે પરિણમના એ કારણ ને કાર્ય હૈ. આહા! સમજમેં આયા?
આકરી વાત ભાઈ ! લોકોને અંતર આ ભગવાન અંદર, આહાહા ! એ પૂરણ પૂરણ પૂરણ સ્વભાવ જિસકા સ્વભાવ હૈ, એ અપૂર્ણ અને વિપરીત કૈસે હો ? આહાહા! ભગવાન આત્મા પૂર્ણ આનંદ આદિ, જ્ઞાન આદિ, શાંતિ આદિ, સ્વચ્છતા આદિ, પ્રભુતા આદિ, પૂર્ણ સ્વભાવના, ભર-ભર ભરપૂર, “ભર' શબ્દ એક અમારે અહીં કાઠીયાવાડમાં ચાલે છે. ગાડામાં આવેને ગાડા માલ ભરતે હૈં ને? ભર ભર્યા કહેવાય. પચ્ચીસ મણ પચાસ મણ ભર, ભર ભર્યા કહેવાય. ઐસે શાસ્ત્રમ્ ભર આતા હૈ, ભગવાન પૂર્ણાનંદકા ભર હૈ. આહાહાહા !
પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ પ્રભુતા, ઉસકો ધ્યેય બનાકર સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જો નિશ્ચય હુઆ ઉસકો શુદ્ધતાકી અપૂર્ણતા હૈ, વો કારણ ઉસકો સાધક કહા અને કારણ કહા. આહાહા ! સમજમેં આયા? અને એ દ્રવ્ય હી પૂર્ણપણે–શુદ્ધપણે પરિણમે આહાહા.. દ્રવ્ય હી અશુદ્ધપણે અપૂર્ણપણે પરિણમે, એમ દ્રવ્ય હી શુદ્ધપણે પરિપૂર્ણપણે પરિણમે એ સાધક સાધ્ય એ હી હૈ. આહાહા ! આ ચારિત્ર અધિકાર લિયા ને સાથમેં, આહા... દર્શન જ્ઞાનકો અધિકાર તો આ ગયા હૈ બેય. (ગાથા) ૧૪ મેં સમ્યગ્દર્શન, ૧૫ મેં સમ્યજ્ઞાન. આહાહા !
એ શ્રોતાની વ્યાખ્યા જુદી એ શ્રોતાની વ્યાખ્યા છે. એ જૈન ધર્મની શ્રદ્ધા હોં, એ હુજી સમકિત નથી ત્યાં, સમકિત તો પછીનાં અનુભવીને લેશે ત્યાં, શ્રોતા ઐસા હોના ચાહિયે કે જેને જૈન ધર્મની યથાર્થ શ્રદ્ધા હો સમકિત નહીં, અનુભવ નહીં હજી. આતા હૈ ને વો? અને પીછે શ્રોતા પીછે લિયા હૈ કે અનુભવી આત્માકા અનુભવી શ્રોતા હો તો વો તો બરાબર હૈ, ક્યોંકિ ઉસકો કયા કહેતે હૈ ઉસકા ખ્યાલ ઉસકો બરાબર આતા હૈ, સમજમેં આયા? આહાહા! હૈ કે નહીં ઉસમેં? મોક્ષમાર્ગ પ્રકાશક હૈ ને એ, ગ્રંથની પ્રમાણતા પછી શ્રોતાની (વાત) આવે છે, “શ્રોતાનું સ્વરૂપ” દેખો, વળી જે જૈન ધર્મના દ્રઢ શ્રદ્ધાળુ, યહાં હજી અનુભવ ન લેના, અનુભવની પીછે વાત આયેગા, અનુભવ આયેગા, પણ પછે. અહીંયા તો અનુભવ બિના પ્રાણી જૈન ધર્મની શ્રદ્ધા બરાબર હૈ, અન્યકી નહીં બિલકુલ. ઐસા શ્રદ્ધાળુ જીવ નાના પ્રકારના શાસ્ત્રો સાંભળવાને જેની બુદ્ધિ નિર્મળ થઈ છે. ઔર વ્યવહાર નિશ્ચયનયનું સ્વરૂપ યથાર્થપણે જાણી સાંભળેલા અર્થને યથાર્થ રીતે નિશ્ચય જાણી અવધારે છે, એ શ્રોતાની વ્યાખ્યા છે. સમજમેં આયા? અને પીછે શ્રોતામેં આતા હૈ. આહાહા !
જિસકો આત્મજ્ઞાન ન હો તો ઉપદેશકા મર્મ સમજી સકતે નહીં. આહાહા! હૈ? માટે આત્મજ્ઞાન વડે જે સ્વરૂપનો આસ્વાદી હુઆ હૈ. આહાહા! આત્મજ્ઞાન દ્વારા આત્માનાં આસ્વાદી હુઆ હૈ, તે જૈન ધર્મનો રહસ્યમય શ્રોતા હૈ, એ જૈન ધર્મના મર્મકા શ્રોતા હૈ. સમજમેં આયા?