SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૨ “સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવા યોગ્ય છે”. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી-આત્માના જ પર્યાયો છે. જેમ કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા નહિ હોવાથી, (તેઓ) દેવદત્ત જ છે-અન્ય વસ્તુ નથી, તેમ આત્મામાં પણ આત્માનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, આત્માના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) આત્મા જ છે-અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે. ભાવાર્થ:- દર્શન, જ્ઞાન, ચારિત્ર-ત્રણે આત્માના જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી; તેથી સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવું એ નિશ્ચય છે અને વ્યવહારથી અન્યને પણ એ જ ઉપદેશ કરવો. (અનુપુર) दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्। मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।।१६।। હવે, એ જ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે શ્લોકાર્થઃ- [પ્રમાણત:] પ્રમાણદેષ્ટિથી જોઈએ તો [ ત્મા] આ આત્મા [સમમ્ મેઘવ: મેવE: ૨ ગ]િ એકીસાથે અનેક અવસ્થારૂપ (“મેચક') પણ છે અને એક અવસ્થારૂપ (“અમેચક') પણ છે, [ રન-જ્ઞાન-વારિસૈ: ત્રિFાત] કારણ કે એને દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો ત્રણપણું છે અને [સ્વયમ ત્વતઃ] પોતાથી પોતાને એકપણું છે. ભાવાર્થ-પ્રમાણદેષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકીસાથે એકાનેકસ્વરૂપ દેખવો. ૧૬. (અનુકુમ). दर्शनशानचारित्रैस्त्रिभि: परिणतत्वतः। एकोऽपि त्रिस्वभावत्वाद्व्यवहारेण मेचकः।।१७।। શ્લોકાર્થઃ- [s: ]િ આત્મા એક છે તોપણ [વ્યવદારેT] વ્યવહાર-ષ્ટિથી જોઈએ તો [ત્રિરૂમાવત્વત્િ] ત્રણ-સ્વભાવપણાને લીધે [મેવ45:] અનેકાકારરૂપ (“મેચક”) છે, [વર્ણન-જ્ઞાન-વારિત્રે: ત્રિમિ: પરિળતત્વત:] કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ભાવે પરિણમે છે. - ભાવાર્થ-શુદ્ધદ્રવ્યાર્થિક નયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિક નય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહારનયે આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણામોને લીધે “મેચક' કહ્યો છે. ૧૭.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy