________________
૯૩
ગાથા – ૧૩ અભૂતાર્થ હૈ, નવ પર્યાય જૂઠી હૈ. આહાહાહા ! સમજમેં આયા? આ તો અક્ષરે અક્ષર બાપુ અર્થ હૈ. આમાં તો એક અક્ષર ફેરફાર કરે તો? સંતોની વાણી, દિગંબર સંત, આત્મ અનુભવી ભાવલિંગી સંત, પરમેશ્વર પદમેં આયા. આહાહાહા ! પરમેશ્વર હૈ આચાર્ય તો. પંચપરમેષ્ઠિ હૈ કી નહીં ? પંચ યે પરમેષ્ઠિ હેં ને? આહાહા ! આચાર્ય મહારાજકી આ વાણી હૈ મૂળ ગાથા. ઔર ટીકા હૈ યે આચાર્ય મહારાજશ્રી અમૃતચંદ્રાચાર્ય! દિગંબર. હજાર વર્ષ પહેલે હુવા. એ ગાથામેં ભાવ થા એ ખોલકર રખ દિયા. આ આચાર્ય આમ કહેતે હૈ કુંદકુંદાચાર્ય, ત્યારે અત્યારે આમ કહેતે હૈ, અભી આયા હૈ ને નવું “સમયસાર' વિધાનંદજીનું તો ઉસમેં ઐસા લિખા હૈ બલભદ્ર પંડિત હૈ એણે કહ્યું હશે કે, શાસ્ત્ર તો બડા સરળ હૈ, પણ વિદ્વાનોએ ટીકા બનાકર દુરુહ કર દિયા. દુરુહ કયા કહેતે હૈ? “કઠિન' ઐસા હૈ. સમજમેં આયા? છે અહીંયા પુસ્તક? નથી... આહાહા! કયોંકિ અમૃતચંદ્રાચાર્ય! જ્યાં પાઠમેં અવ્યક્ત હું, ત્યાં ઉસકા છ બોલ નિકાલકર સ્પષ્ટ કર દિયા, કે આત્મા યે હૈ પર્યાયસે વ્યક્ત હૈ, ઉસસે ભિન્ન અવ્યક્ત આત્મા હૈ ઐસા અર્થ લિયા હી નહીં, ઉસમેંસે, એક બસ શબ્દાર્થ લિયા થા સાધારણ, ટીકા નહીં. અરે ભાઈ ! એ આચાર્યોની ટીકા, સંતોની ટીકા હૈ એ કોઈ વાર્તા નહીં. એ તો મૂળગાથામેં જો ભાવ થા ઉસકો બોલ દિયા હૈ જૈસે ગાય અને ભેંસને આઉમેં દૂધ હૈ ને દૂધ, તો ઉસમેં આંચળમેં, ઐસા આંચલ નહીં લગાતે હૈ. દેખા હૈ? ઐસા નહીં લગાતે, ઐસા લગાતે હૈ. ઐસા લગાતે હૈ તો ચાંદા પડી જાય અહીંયા. પણ આ ને આ અમારે તો ઘરે બહેનને ઘેર થા ને તો હમને સબ દેખા થા. દોહતે થે તો આ અંગૂઠા હૈ ને આ આમાં ખાડ હૈ ઉસમેં આંચળ રખતે હૈ આંચળ તો ઉસમેં થા વો નિકળતે હૈ. ઐસા ગાથામેં ભાવ હૈ એ તર્કસે ઉઠાકર આ બનાયા હે. શેઠ! શેઠને તો ઘણો અભ્યાસ હૈ સંસ્કૃતનો ને વ્યાકરણનો. કારંજામેં પઢયા હૈ, પણ બધો બહારનો. આહાહા ! | સર્વકાળમેં અમ્મલિત, વિશેષમેં કભી આતા હી નહીં, અને સામાન્યમેં કભી ઘટવધ હોતી હી નહીં. આહાહાહા ! શું કહે છે આ? ઐસા એકરૂપ ત્રિકાળી ભગવાન ઉસકે સમીપ, એક જીવ દ્રવ્યના સ્વભાવ, સમીપ જાકર અનુભવ કરને પર વો નવ હૈ એ જૂઠા હૈ. નવપર્યાય જૂઠી હૈ. એકરૂપ સત્યાર્થકી દૃષ્ટિ કરનેસે નવપર્યાય, દૃષ્ટિમેં આતા નહીં, એ અપેક્ષાએ જૂઠા હૈ. આહાહાહા ! હજી તો નવતત્ત્વ જૂઠા તો બહારની વાત તો ક્યાં કરવી. આહાહા!
(શ્રોતાઃ નવ પર્યાય ભી જૂઠા!) પર્યાય સબ જૂઠા. એકરૂપ પ્રભુ! કાયમ એકરૂપ સર્વકાળમેં રહેનેવાલા ભગવાન પ્રભુ ! જ્ઞાયક સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, જીવદ્રવ્ય સ્વભાવ, એકરૂપ સ્વભાવ, વો તરફકા પુરુષાર્થસે ત્યાં જાકર અનુભવ કરને પર, નવપર્યાયકા ભેદ એ જૂઠા હૈ, હો જાતા હૈ. આહાહા ! ત્યારે ઉસકો સમ્યગ્દર્શન હોતા હૈ.
યુગલજી! હજી તો ધર્મનું ચોથું ગુણસ્થાન, પાંચમું ને છઠું એ તો કયા ચીજ હૈ. સમજમેં આયા? શ્રાવક કહેતે હૈ જિસકો કહેતે હૈ યે શ્રાવક આ વાડાના શ્રાવક એ શ્રાવક હૈ નહીં કોઈ. હુજી સમ્યગ્દર્શન કયા હૈ ને કૈસે પ્રાપ્ત હોગા ઉસકી ખબર નહીં, કહાંસે શ્રાવક આયા? કહાંસે સાધુ આ ગયા? આહાહા ! એ સમીપ જાનેપર, નવ અભૂતાર્થ હૈ, અસત્યાર્થ હૈ ઈસલિયે.. વિશેષ આયેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)