________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨
બતાવે છે. જે જાણતો નથી એને કહે છે કે ‘ જાણ ’.
આહાહા ! ‘પોપાલક્ષ્મવેસધ્રુિવું' 7 તું નાળ પરસમયું।। આહાહા!
૮૩
જીવ ચરિત–દર્શન-જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો.. એમ જીવો– જીવ એમ નહીં કહે છે. પણ દર્શનશાનચારિત્રથી જીવે તે જીવ છે. ત્યારે એણે જીવ જાણ્યો કહેવાય. આહાહાહા ! શું કહ્યું ? જીવ છે એ અનંત દર્શન જ્ઞાન આનંદ ને વીર્યથી તો જીવે છે, ત્રિકાળ, પણ એ જીવને એ રીતે જેણે જાણ્યો, માન્યો ને અનુભવ્યો એને સ્વસમય કહેવામાં આવે છે. આહાહા ! એણે આત્માને જાણ્યો એમ કહેવામાં આવે છે. આહાહા !
ગાથાર્થ લઈએ પહેલો ‘ હે ભવ્ય ! ’ તેમ એ લીધું છે ‘ જાણ ’ છે ખરું ને ? ‘ જાણ ’ ત્યારે કો ’કને કહે છે ને.. ? ' હે ભવ્ય ! આહાહા ! જીવ દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત રહ્યો છે, સ્થિત થઈ રહ્યો છે, પર્યાયમાં હોં ! આહાહા ! જીવ ત્રિકાળ શક્તિથી તો જીવી રહ્યો છે. પણ એને જીવી રહ્યો છે એનું જ્ઞાન જેને થાય, એની શ્રદ્ધા થાય, ઠરે એ સાચો જીવ છે. આહાહા ! ‘ ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે ’છે ને.. ? ‘ તેને નિશ્ચયથી સ્વસમય જાણ ' એને ખરો આત્મા જાણ. જેને સમ્યગ્દર્શન, ૐ ? ( શ્રોતાઃ સાધુપદ થાય એ ખરો આત્મા થાય એમ કીધું ?) એ આંહીં સાધુ, કહેનાર છે ને.. ! સાધુ કહેના૨ છે તે ત્રણ બોલથી ઉપાડયું છે! કહેનાર પોતે સાધુ છે ને ! તેથી છઠ્ઠી ગાથામાં, પ્રમત્ત અપ્રમતનો નિષેધ કર્યો છે ને..! પોતે, પ્રમત અપ્રમત ગુણસ્થાનમાં છે. એનો નિષેધ કરીને, જ્ઞાયકભાવ છું એમ કીધું છે. કહેનાર પોતાની સ્થિતિને... વર્ણવતી સાથે વર્ણવી રહ્યા છે. આહાહા!
એને જીવ એટલે સ્વસમય પોતામાં આવ્યો છે એને એ કહીએ, કે જે જીવસ્વરૂપ ભગવાન એની સન્મુખ થઈને જે સમ્યગ્દર્શન, એનું જ્ઞાન, એમાં સ્થિરતા, એવા જીવને સ્વસમયમાં આવ્યો અને સ્વસમયને જાણ્યો અને સ્વસમયરૂપ થયો એમ કહેવામાં આવે છે. આહાહાહાહા ! ગજબ શૈલી છે ને !! સમયસાર એટલે... ( શ્રોતાઃ દિવ્યધ્વનિ... ) આહાહા ! થોડું. પણ ધીમેથી અંદર ઓગાળીને.. ઓલા ઢોર ખાયને ઢોર, પછી અંદર ઓગાળે નિરાંતે બેસીને. પેટમાં નાખે એક હારે એમ આ ઓગાળવું જોઈએ, એટલે વારંવાર એનું મંથન થવું (વાગોળવું) જોઈએ. આહાહા !
જીવ, સ્વસમય એને કહીએ કે જેની પર્યાયમાં, જેની દશામાં દશાવાનની પ્રતીતિ થઈ છે, જેની દશામાં દશાવાનનું જ્ઞાન થયું છે, જેની દશામાં દશાવાન ઠર્યો છે. આહાહા! ‘એને સ્વસમય જાણ ’ કુંદકુંદાચાર્ય આદેશ કરે છે. ( શ્રોતાઃ પર્યાયથી તો જાણે ) જાણ.. જાણીશ જ. આહાહા ! બાપુ ! એમ રહેવા દે, સંદેહ રહેવા દે, ન જાણી શકું રહેવા દે. મને અઘરું પડે ઈ રહેવા દે !! ‘ છે ’ તેને પ્રાપ્ત ક૨વો એમાં તને અઘરું કેમ લાગે છે એમ કહે છે. આહાહા !
ભગવાનને ( આત્માને ) ૫૨માણુ પોતાનો ક૨વો હોય, તો નહીં થઈ શકે, અરે રાગને કાયમ રાખવો હોય તો નહીં કરી શકીશ પણ આ તો કરી શકીશ. આહાહા! ‘નીવો વરિતવંસબાળવિવì' ભાષા કેવી લીધી છે! જીવમાં દર્શન જ્ઞાનથી ઠર્યો એમ ન લેતાં ‘ જીવ દર્શનશાનચારિત્રમાં ઠર્યો ’ શું કીધું ? ( શ્રોતાઃ જીવ ઠર્યો ) એમ કે ધ્યેય તો આત્મા છે. એને ધ્યેય બનાવીને જે દર્શન જ્ઞાન ચારિત્ર થયું, તો ઈ તો દ્રવ્યને આશ્રયે થયું છે, અને આંહી તો કહે છે કે જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com