________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
(નિશ્ચયાત્) દ્રવ્યના નિજ સ્વરૂપને વિચારતાં, ભાવાર્થ આમ છે કે જેવી રીતે સોનું અને રૂપું જોકે એકક્ષેત્રે મળેલાં છે–એપિંડરૂપ છે તોપણ સોનું પીળું, ભારે અને ચીકણું એવા પોતાના ગુણો સહિત છે, રૂપું પણ પોતાના શ્વેતગુણ સહિત છે, તેથી એકપણું કહેવું જાડું છે, તેવી જ રીતે જીવ અને કર્મ પણ જોકે અનાદિથી એકબંધપર્યાયરૂપ મળેલાં ચાલ્યાં આવે છે-એકપિંડરૂપ છે તોપણ જીવદ્રવ્ય પોતાના જ્ઞાનગુણે બિરાજમાન છે, કર્મપુદ્દગલદ્રવ્ય પણ પોતાના અચેતન ગુણ સહિત છે, તેથી એકપણું કહેવું જાઠું છે. તે કારણે સ્તુતિમાં ભેદ છે. (તે જ બતાવે છે–)‘‘વ્યવહારત: વપુષ: સ્તુત્યા નુ: સ્તોત્રં અસ્તિ, ન तत् तत्त्वतः (વ્યવહારત:) બંધપર્યાયરૂપ એકક્ષેત્રાવગાષ્ટિથી જોતાં ( વપુષ: ) શરીરની (સ્તુત્યા) સ્તુતિ કરવાથી (નુ:) જીવની (સ્તોત્રં) સ્તુતિ (અસ્તિ) થાય છે. (ન તંત્) બીજા પક્ષે વિચારતાં, સ્તુતિ નથી થતી. કઈ અપેક્ષાએ નથી થતી ? (તત્ત્વત:) શુદ્ધ જીવદ્રવ્યસ્વરૂપ વિચારતાં. ભાવાર્થ આમ છે કે જેમ ‘શ્વેત સુવર્ણ’ એમ જોકે કહેવામાં આવે છે તોપણ શ્વેતગુણ રૂપાનો છે, તેથી ‘શ્વેત સુવર્ણ' એમ કહેવું જૂઠું છે, તેવી જ રીતે
ઃઃ
' बे रत्ता बे सांवला बे नीलुप्पलवन्न। मरगजपन्ना दो वि जिन सोलह कंचनवन्न।।"
.
t t
‘‘[ભાવાર્થ-] તીર્થંકરો રક્તવર્ણે, બે કૃષ્ણ, બે નીલ, બે પન્ના અને સોળ સુવર્ણરંગે છે,'' જોકે આમ કહેવામાં આવે છે તોપણ શ્વેત, રક્ત અને પીત આદિ પુદ્દગલદ્રવ્યના ગુણો છે, જીવના ગુણો નથી. તેથી શ્વેત, રક્ત અને પીત એમ કહેતાં જીવ નથી હોતો, જ્ઞાનગુણ કહેતાં જીવ છે. કોઈ પ્રશ્ન કરે છે કે શરીરની સ્તુતિ કરતાં તો જીવની સ્તુતિ થતી નથી, તો જીવની સ્તુતિ કઈ રીતે થાય છે? ઉત્તર આમ છે કે ચિદ્રૂપ કહેતાં થાય છે– 'निश्चयतः चित्स्तुत्या एव चितः स्तोत्रं भवति'' (निश्चयतः) शुद्ध જીવદ્રવ્યરૂપ વિચારતાં (વિત્) શુદ્ધ જ્ઞાનાદિનાં (સ્તુત્યા) વારંવાર વર્ણન-સ્મરણઅભ્યાસ કરવાથી (વ) નિઃસંદેહ (વિત: સ્તોત્રં) જીવદ્રવ્યની સ્તુતિ (ભવૃત્તિ) થાય છે. ભાવાર્થ આમ છે-જેવી રીતે ‘પીળું, ભારે અને ચીકણું સુવર્ણ' એમ કહેતાં સુવર્ણની સ્વરૂપસ્તુતિ થાય છે, તેવી જ રીતે ‘કેવળી એવા છે કે જેમણે પ્રથમ જ શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ કર્યો છે એટલે કે ઇન્દ્રિય-વિષય-કષાયને જીત્યાં છે, પછી મૂળથી ખપાવ્યાં છે, સકળ કર્મ ક્ષય કર્યાં
૨૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com