________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
સમયસાર-કલશ
ભગવાનશ્રીકુંદકુંદ
પર્યાય, તેમનાથી (વિમ: મવન) ભિન્ન છે જ્ઞાનમાત્ર સત્તા-એવો અનુભવ કરતો થકો. ૧૨-૨૫૮.
(શાર્દૂલવિક્રીડિત )
अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति। स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरादारुढ: परभावभावविरहव्यालोकनिष्कम्पितः।।१३-२५९।।
ખંડાન્વય સહિત અર્થ - ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યમાત્ર માને છે, પર્યાયરૂપ નથી માનતો; તેથી જેટલી છે યવસ્તુ, તેમની અનંત છે શક્તિઓ, તેમને જાણે છે જ્ઞાન; જાણતું થયું શેયની શક્તિની આકૃતિરૂપે પરિણમે છે, એવું દેખીને “જેટલી શેયની શક્તિ તેટલી જ્ઞાનવસ્તુ” એમ માને છે મિથ્યાષ્ટિ એકાન્તવાદી. તેના પ્રતિ આમ સમાધાન કરે છે સ્યાદ્વાદી કે-જ્ઞાનમાત્ર જીવવસ્તુનો એવો સ્વભાવ છે કે સમસ્ત શેયની શક્તિને જાણે, જાણતી થકી તેની આકૃતિરૂપે પરિણમે છે, પરંતુ શયની શક્તિ જ્ઞયમાં છે, જ્ઞાનવસ્તુમાં નથી; જ્ઞાનનો જાણવારૂપ પર્યાય છે, તેથી જ્ઞાનવસ્તુની સત્તા ભિન્ન છે. એમ કહે છે-“ “પશુ: સ્વર હિતિ'' (પશુ:) મિથ્યાદષ્ટિ એકાન્તવાદી (વૈરં દીતિ) હેય-ઉપાદેય જ્ઞાનથી રહિત થઈને સ્વેચ્છાચારરૂપ પ્રવર્તે છે. ભાવાર્થ આમ છે કે જ્ઞયની શક્તિને જ્ઞાનથી ભિન્ન નથી માનતો, જેટલી શેયની શક્તિ છે તેને જ્ઞાનમાં માનીને નાના શક્તિરૂપ જ્ઞાન છે, જ્ઞય છે જ નહીં' એવી બુદ્ધિરૂપ પ્રવર્તે છે. કેવો છે એકાન્તવાદી ? ““શુદ્ધસ્વભાવવ્યુત:'' (શુદ્ધસ્વભાવ) જ્ઞાનમાત્ર જીવવસ્તુથી (બુત:) ટ્યુત છે અર્થાત્ તેને વિપરીતરૂપે અનુભવે છે. વિપરીતપણું કેમ છે? “સર્વમવમવને માત્મનિ અધ્યાચ'' (સર્વ) જેટલી જીવાદિ પદાર્થરૂપ જ્ઞયવસ્તુ તેમના (ભાવ) શક્તિરૂપ ગુણપર્યાય-અશભેદ, તેમની (મવન) સત્તાને (માત્મનિ) જ્ઞાનમાત્ર જીવવસ્તુમાં (મધ્યાચ) પ્રતીતિ કરીને. ભાવાર્થ આમ છે કે જ્ઞાનગોચર છે સમસ્ત દ્રવ્યની શક્તિ, તેમની આકૃતિરૂપે પરિણમ્યું છે જ્ઞાન, તેથી સર્વ શક્તિ જ્ઞાનની છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com