________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFFF
–૧૧સ્યાદ્વાદ અધિકાર
ક
听听听
FFFFFFFFFFFFFFFFFFFF
(અનુષ્ટ્રપ)
अत्र स्याद्वादशुद्ध्यर्थं वस्तुतत्त्वव्यवस्थितिः। उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिन्त्यते।।१-२४७।।
ખંડાવય સહિત અર્થ- “મૂય: મારે મનાવ વિજ્યતે'' (મૂય: ) જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય” એમ કહેતું થયું સમયસાર નામનું શાસ્ત્ર સમાપ્ત થયું; તદુપરાન્ત (મનાવ વિન્યતે ) કાંઈક થોડોક અર્થ બીજો કહે છે. ભાવાર્થ આમ છે કે ગાથાસૂત્રના કર્તા છે કુંદકુંદાચાર્યદવ, તેમના દ્વારા કથિત ગાથાસૂત્રનો અર્થ સંપૂર્ણ થયો. સાંપ્રત, ટીકાકર્તા છે અમૃતચંદ્રસૂરિ, તેમણે ટીકા પણ કહી; તદુપરાન્ત અમૃતચંદ્રસૂરિ કાંઈક કહે છે. શું કહે છે? “વસ્તુતત્ત્વવ્યવસ્થિતિ:'' (વસ્તુ) જીવદ્રવ્યનું (તત્ત્વ) જ્ઞાનમાત્ર સ્વરૂપ (વ્યવસ્થિતિ:) જે પ્રકારે છે તે પ્રકારે કહે છે. “ “ઘ'' વળી શું કહે છે? “ઉપાયોપેયમાવ:' (ઉપાય) મોક્ષનું કારણ જે પ્રકારે છે તે પ્રકાર, (ઉપેયમાવ:) સકળ કર્મનો વિનાશ થતાં જે વસ્તુ નિષ્પન્ન થાય છે તે પ્રકાર કહે છે. કહેવાનું પ્રયોજન શું તે કહે છે- ““સત્ર ચાકા ગુચર્થ '' (12) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યમાં (ચીકા) સ્યાદ્વાદ-એક સત્તામાં અસ્તિ-નાસ્તિ, એક-અનેક, નિત્ય-અનિત્ય ઇત્યાદિ અનેકાન્તપણું (શુદ્ધિ) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યમાં જેવી રીતે ઘટે તેવી રીતે (અર્થ) કહેવાનો છે અભિપ્રાય જેમાં, એવા પ્રયોજનસ્વરૂપ કહે છે. ભાવાર્થ આમ છે કે-કોઈ આશંકા કરે છે કે જૈનમત સ્યાદ્વાદમૂલક છે, અહીં તો “જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય ” એમ કહ્યું, ત્યાં એમ કહેતાં એકાન્તપણું થયું, સ્યાદ્વાદ તો પ્રગટ થયો નહિ. ઉત્તર આમ છે કે “જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય” એમ કહેતાં અનેકાન્તપણું ઘટે છે. જે રીતે ઘટે છે તે રીતે અહીંથી શરૂ કરીને કહે છે, સાવધાન થઈને સાંભળો. ૧-૨૪૭.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com