________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
પ્રત્યક્ષપણે તેનો અનુભવ, (તહેવ) તે જ (નિયમન) નિશ્ચયથી (સચવર્ણનમ) સમ્યગ્દર્શન છે. ભાવાર્થ આમ છે-સમ્યગ્દર્શન જીવનો ગુણ છે. તે ગુણ સંસાર-અવસ્થામાં વિભાવરૂપ પરિણમ્યો છે; તે જ ગુણ જ્યારે સ્વભાવરૂપ પરિણમે ત્યારે મોક્ષમાર્ગ છે. વિવરણ-સમ્યકત્વભાવ થતાં નૂતન જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્માસવ મટે છે, પૂર્વબદ્ધ કર્મ નિર્જરે છે; તેથી મોક્ષમાર્ગ છે. અહીં કોઈ આશંકા કરશે કે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેના મળવાથી થાય છે. ઉત્તર આમ છે-શુદ્ધ જીવસ્વરૂપ અનુભવતાં ત્રણેય છે. કેવો છે શુદ્ધ જીવ ? ‘‘શુદ્ધનયત: પરત્વે નિયતચ'' (શુદ્ધનયત:) નિર્વિકલ્પ વસ્તુમાત્રની દષ્ટિથી જોતાં (વત્વે) શુદ્ધપણું (નિયતસ્ય) તે-રૂપ છે. ભાવાર્થ આમ છે-જીવનું લક્ષણ ચેતના છે. તે ચેતના ત્રણ પ્રકારની છે-એક જ્ઞાનચેતના, એક કર્મચેતના, એક કર્મફળચેતના, તેમાં જ્ઞાનચેતના શુદ્ધ ચેતના છે, બાકીની અશુદ્ધ ચેતના છે. તેમાં અશુદ્ધ ચેતનારૂપ વસ્તુનો સ્વાદ સર્વ જીવોને અનાદિનો પ્રગટ જ છે; તે-રૂપ અનુભવ સમ્યકત્વ નથી, શુદ્ધ ચેતનામાત્ર વસ્તુસ્વરૂપનો આસ્વાદ આવે તો સમ્યકત્વ છે. * xxx વળી કેવી છે જીવવસ્તુ? વ્યાપ્ત:'' પોતાના ગુણ-પર્યાયો સહિત છે. આટલું કહીને શુદ્ધપણું દઢ કર્યું છે. કોઈ આશંકા કરશે કે સમ્યકત્વગુણ અને જીવવસ્તુનો ભેદ છે કે અભેદ છે? ઉત્તર આમ છે કે અભેદ છે-' ‘ માત્મા ૨ તાવાનયમ'' (શયમ ) આ (માત્મા ) જીવવસ્તુ (તાવીન) સમ્યકત્વગુણમાત્ર છે. ૬.
(અનુરુપ )
अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्। नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति।।७।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘અત: તત પ્રત્યજ્યોતિશાસ્ત'' (શત:) અહીંથી હવે (ત) તે જ (પ્રત્યજ્યોતિ:) શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ (વાસ્તિ) શબ્દો દ્વારા યુક્તિથી કહેવામાં આવે છે. કેવી છે વસ્તુ? ““શુદ્ધનયાયાં '' (શુદ્ધ) વસ્તુમાત્રને (મીયd)
* પંડિત શ્રી રાજમલ્લજી કૃત ટીકામાં અહીં ‘‘પૂર્ણજ્ઞાનધનસ્ય'' પદનો અર્થ કરવો રહી ગયો છે, જે અર્થ આ પ્રમાણે કરી શકાય –વળી કેવો છે શુદ્ધ જીવ? ‘‘પૂર્ણજ્ઞાનધનસ્ય'' પૂર્ણ સ્વ-પર ગ્રાહકશક્તિનો પૂંજ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com