________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(પર:) મોહકર્મરૂપ પરિણમ્યો છે જે પુગલદ્રવ્યનો પિંડ તે કારણ છે? એવું પૂછવામાં આવતાં આચાર્ય ઉત્તર કહે છે. ૧૨-૧૭૪.
(ઉપજાતિ)
न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककान्तः। तस्मिन्निमित्तं परसङ्ग एव वस्तुस्वभावोऽयमुदेति तावत्।।१३-१७५ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “તાવત મયમ વસ્તુસ્વભાવ: ૩તિ'' (તાવતુ) પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર આમ છે-(મયમ વસ્તુ0માવ:) આ વસ્તુનું સ્વરૂપ (કલિ) સર્વ કાળે પ્રગટ છે. કેવો છે વસ્તુનો સ્વભાવ? “નીતુ માત્મા મીત્મન: RIIIT નિમિત્તમાંવ ન યાતિ'' (નાતુ) કોઈ પણ કાળે (માત્મા) જીવદ્રવ્ય (નાત્મન:
*IIનિમિત્તમામ ) પોતાસંબંધી છે જે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ (ન યાતિ) પરિણમતું નથી. ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે : એક ઉપાદાનકારણ છે, એક નિમિત્તકારણ છે. ઉપાદાનકારણ એટલે દ્રવ્યમાં અન્તર્ગર્ભિત છે પોતાના પરિણામ-પર્યાયરૂપ પરિણમનશક્તિ; તે તો જે દ્રવ્યની, તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. નિમિત્તકારણ-જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાયરૂપ પરિણમે છે; તે તો જે દ્રવ્યનો, તે દ્રવ્યમાં હોય છે, અન્ય દ્રવ્યગોચર હોતો નથી એવો નિશ્ચય છે. જેવી રીતે મૃત્તિકા ઘટ પર્યાયરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે મૃત્તિકામાં ઘટરૂપ પરિણમનશક્તિ; નિમિત્તકારણ છે બાહ્યરૂપ કુંભાર, ચક્ર, દંડ ઇત્યાદિ; તેવી જ રીતે જીવદ્રવ્ય અશુદ્ધ પરિણામે-મોહ-રાગ-દ્વેષરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે જીવદ્રવ્યમાં અન્તર્ગર્ભિત વિભાવરૂપ અશુદ્ધ પરિણમનશક્તિ; “ “તમિન નિમિત્ત'' નિમિત્તકારણ છે “પરસ: પવ'' દર્શનમોહચારિત્રમોહકર્મરૂપ બંધાયેલો જે જીવના પ્રદેશોમાં એકક્ષેત્રાવગાહરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ, તેનો ઉદય. જોકે મોહકર્મરૂપ પુદ્ગલપિંડનો ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાય-વ્યાપકરૂપ છે, જીવદ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com