________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
(મન્દાક્રાન્તા)
रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः । स्फारस्फारैः स्वरसविसरैः प्लावयत्सर्वभावानालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।। १२-१२४ ।।
૧૧૩
*
""
""
ખંડાન્વય સહિત અર્થ:- ‘પુતત્ જ્ઞાનમ્ ઉન્મત્તમ્''(તંત્) જેવો કહ્યો છે તેવો શુદ્ધ (જ્ઞાનસ્) શુદ્ધચૈતન્યપ્રકાશ (ઉન્મત્તમ્) પ્રગટ થયો. જેને જ્ઞાન અર્થાત્ શુદ્ધચૈતન્યપ્રકાશ પ્રગટ થયો તે જીવ કેવો છે? किमपि वस्तु अन्तः सम्पश्यतः ' (fમ્ અપિ વસ્તુ) નિર્વિકલ્પસત્તામાત્ર કોઈ વસ્તુ, તેને (અન્ત: સમ્પશ્યત: ) ભાવશ્રુતજ્ઞાન વડે પ્રત્યક્ષપણે અવલંબે છે. ભાવાર્થ આમ છે કે-શુદ્ધસ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ઠની માફક જડ છે એમ પણ નથી, સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી, ભાવશ્રુતજ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પવસ્તુમાત્રને અવલંબે છે, અવશ્ય અવલંબે છે. ‘‘ પરમં '' આવા અવલંબનને વચનદ્વારથી કહેવાને સમર્થપણું નથી, તેથી કહી શકાય નહિ. કેવો છે શુદ્ધ જ્ઞાનપ્રકાશ ? ‘‘નિત્યોઘોતા’’ અવિનાશી છે પ્રકાશ જેનો. શા કારણથી ? ‘ રાવીનાં જ્ઞશિતિ વિમાત્'' (રાવીનાં) રાગ-દ્વેષ-મોહની જાતિના છે જેટલા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધપરિણામ તેમનો (જ્ઞશિતિ વિમાત્) તત્કાળ વિનાશ થવાથી. કેવા છે અશુદ્ધપરિણામ ? ‘‘સર્વત: અપિ આષવાળાં ' ' ( સર્વત: અપિ) સર્વથા પ્રકારે (આમ્રવાળાં) આસવ એવું નામ-સંજ્ઞા છે જેમની, એવા છે. ભાવાર્થ આમ છે કે-જીવના અશુદ્ઘ રાગાદિ પરિણામોને સાચું આસ્રવપણું ઘટે છે. તેમનું નિમિત્ત પામીને કર્મરૂપ આસ્રવે છે જે પુદ્ગલની વર્ગણાઓ તે તો અશુદ્ધપરિણામના સહારાની છે, તેથી તેમની શી વાત ? પરિણામો શુદ્ધ થતાં તે સહજ જ મટે છે. વળી કેવું છે શુદ્ધજ્ઞાન ? ‘‘ સર્વમાવાન્ ાવયન્'' (સર્વમાવાન્) જેટલી શેય વસ્તુ અતીતઅનાગત-વર્તમાનપર્યાય સહિત છે તેમને (પ્લાવયન્) પોતામાં પ્રતિબિંબિત કરતું થયું. કોના વડે? ‘‘ સ્વરસવિસરે: ' ' (સ્વરસ ) ચિદ્રૂપ ગુણ, તેની (વિસરે: ) અનંત શક્તિ, તેના વડે. કેવી છે તે ? ‘‘ ારારે: '' (ગર) અનંત શક્તિ, તેનાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com