________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પૂર્વરંગ
૪૫
स्वदते, तथात्मापि परद्रव्यसंयोगव्यवच्छेदेन केवल एवानुभूयमानः सर्वतोऽप्येकविज्ञानघनत्वात् ज्ञानत्वेन स्वदते।
(પૃથ્વી) अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहिमहः परममस्तु नः सहजमुद्विलासं सदा। चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्।।१४ ।।
લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વત: એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.
- ભાવાર્થ- અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાનીજન શયોમાં જ ઈદ્રિયજ્ઞાનના વિષયોમાં જ લુબ્ધ થઈ રહ્યા છે; તેઓ ઈદ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞયમાત્ર આસ્વાદે છે પરંતુ યોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, શેયોમાં આસક્ત નથી તેઓ શેયોથી જાદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે,-જેમ શાકોથી જાદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે. અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદ દૃષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી.
હવે આ જ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્ધઃ- આચાર્ય કહે છે કે [ પરમમદ: 7: કસ્તુ] તે ઉત્કૃષ્ટ તેજ-પ્રકાશ અમને હો [ યત સત્તાનમ રિ૩૭/ન-નિર્મર ] કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, [ 871–7–વિન્ય–નીનાયિતમ] જેમ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન કરે છે તેમ જે તેજ [ –૨ મનિસ્વત] એક રાનરસ-સ્વરૂપને અવલંબે છે, [ કરવચ્છત ] જે તેજ અખંડિત છે-શયોના આકારરૂપે ખંડિત થતું નથી, [નાનં] જે અનાકુળ છે-જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, [ સન્તમ્ સન્ત: વદિ: ] જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે-જાણવામાં આવે છે, [ સાં ] જે સ્વભાવથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com